મુશ્કેલ સમયમાં સચિનને યાદ આવ્યા રક્ષામંત્રી, પરંતુ ન મળી મદદ - Sandesh
  • Home
  • Sports
  • મુશ્કેલ સમયમાં સચિનને યાદ આવ્યા રક્ષામંત્રી, પરંતુ ન મળી મદદ

મુશ્કેલ સમયમાં સચિનને યાદ આવ્યા રક્ષામંત્રી, પરંતુ ન મળી મદદ

 | 7:32 am IST

સચિન તેંડુલકરે પોતાના બિઝનેસ પાર્ટનરના એક પ્રોપર્ટી વિવાદને લઈ રક્ષા મંત્રી મનોહર પારિકર પાસે મદદ માગી હતી. આ મામલે મનોહર પારિકર અને સચિન તેંડુલકર વચ્ચે મિટિંગ પણ યોજાઈ હતી. પારિકરે સચિનની વાત ધ્યાનથી સાંભળી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ઔકરી નથી.

સચિન અને પારિકર વચ્ચેની મુલાકાત બાદ એવી ચર્ચા ઉઠી હતી કે, લંઢેરમાં સચિનના આર્થિક હિત છૂપાયેલા છે. આથી સચિનના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે, આ જગ્યામાં સચિનના કોઈ આર્થિક હિત જોડાયેલા નથી અને સંજય નારંગ સાથે કોઈ જાતના વર્તમાન સમયમાં વ્યવસાયિક સંબંધો નથી.

મસૂરીના લંઢેર કેન્ટ એરિયામાં આવેલી આ પ્રોર્પિટનું નામ હડેલિયા બેન્ક છે. આ એક લક્ઝરી બંગલો છે અને તે ડીઆરડીઓના ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી મેનેજમેન્ટની નજીક છે. સચિનના બિઝનેસ પાર્ટનર સંજય નારંગ પર આરોપ છે કે, તેણે નો કન્સ્ટ્રક્શન ઝોનના નિયમને તોડી તેને ઘર બનાવ્યું હતું. આ અંગે ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી મેનેજમેન્ટનું કહેવું છે કે, સંજય નારંગે અહીં ટેનિસ કોર્ટ બનાવવાની મંજૂરી માગી હતી.

પરંતુ તેઓએ બિલ્ડિંગ ઉભી કરી દીધી હતી. જો કે, નારંગની સાથે જોડાયેલા વ્યક્તિનું કહેવું છે કે, આ વિસ્તાનર નો કંસ્ટ્રક્ટન ઝોનની અંદર આવતો નથી. બીજી તરફ રક્ષા મંત્રાલય આ મામલે કોઈ દખલ કરવા માગતુ નથી. ઉલ્લેખનીય છે કે, સચિન અને તેનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી અ ઘરમાં જ નવા વર્ષની ઉજવણી કરે છે..