મુસ્લિમ ફરેબી પતિની ચુંગાલમાંથી છૂટવા ઝઝૂમતિ હિંદુ જખ્મી ઔરત - Sandesh
  • Home
  • Baroda
  • મુસ્લિમ ફરેબી પતિની ચુંગાલમાંથી છૂટવા ઝઝૂમતિ હિંદુ જખ્મી ઔરત

મુસ્લિમ ફરેબી પતિની ચુંગાલમાંથી છૂટવા ઝઝૂમતિ હિંદુ જખ્મી ઔરત

 | 3:38 am IST

ઐયુબે પુત્રને ડ્રગ્સના રવાડે ચઢાવી, હવે પુત્રીને ખરાબ નજરે જુએ છે

મમ્મી હું વાણીયાનો દીકરો છુ અને લારી ઉપર મટનનો એંઠવાડ સાફ કરવો પડે છે

ા વડોદરા ા

મુસ્લીમ પતિની ચુંગાલમાંથી છુટવા માટે ઝઝુમી રહેલી એક હિંદુ જખમી ઔરતે ફરેબી પતિની કરતૂતો એક લેખીત ફરીયાદના સ્વરુપે પોલીસ સમક્ષ રજુ કરી છે. આ મહિલાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, ઐયુબ પટેલે મારા પુત્રને ડ્રગ્સના રવાડે ચઢાવી દીધો છે અને હવે મારી પુત્રીને પણ ખરાબ નજરથી જુવે છે. પીડિતાએ આ સબંધમાં મહિલા પોલીસ મથકે લેખીત ફરીયાદ આપી હતી અને ડી.સી.પી. સરોજકુમારી સમક્ષ રજુઆત કરી હતી. જે સીલસીલામાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ મહિલા મુળે પરિખ કુટુંબની છે. આ મહિલાના પ્રથમ લગ્ન હિંદુ સાથે થયા હતા. તેની સાથેના વિવાહિત જીવનમાં બે સંતાનનું સુખ મળ્યુ હતુ. આજથી લગભગ ૧૬ વર્ષ પૂર્વે પતિ દ્વારા માનસીક રીતે અત્યાચાર ગુજારવામાં આવતો હતો ત્યારે ઐયુબ પટેલ નામના શખસ સાથે કોન્ટેકટ થયો હતો.

ઐયુબે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રથમ પતિ સાથે છુટાછેડા અને પછી ઐયુબે નિકાહ કર્યા હતા. ઐયુબ દર મહિને ૨,૫૦૦ રુપીયા ઘર ચલાવવા માટે આપતો હતો આ મહિલા જેમ તેમ કરીને ઘર ચલાવતી હતી. બીજી તરફ પ્રથમ પતિના બે સંતાનો પણ મોટા થયા હતા. યુવાનીના ઉંબરે પગ મુકનાર પુત્રને ડભોઈ રોડ હાઈવે પર એક નોનવેજની લારી ઉપર વાસણો ધોવા માટે લગાડયો હતો. એક મહિના સુધી લારી પર કામ કર્યા પછી આ યુવક તેની માતા પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો મમ્મી હું વાણીયાનો દિકરો છુ અને નોનવેજની લારી પર વાસણો ધોવા પડે છે અને હાડકાનો એંઠવાડ સાફ કરવો પડે છે. આ કામ નહીં થતાં તેણે કામ બંધ કર્યુ હતુ.

મહિલાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ કરેલી લેખીત ફરીયાદમાં ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, ઐયુબે મારા પુત્રને ડ્રગ્સના રવાડે ચઢાવી દીધો છે. હવે તેની નજર મારી માસુમ પુત્રી ઉપર છે. તે ખરાબ નજરથી જોયા કરે છે. તેવી લેખિત કેફિયતના આધારે પોલીસે તપાસ શરૃ કરી છે.

;