મૂડ્સ ઓફ ક્રાઈમ - Sandesh

મૂડ્સ ઓફ ક્રાઈમ

 | 2:16 am IST

નિર્માતા અને દિગ્દર્શક: સુનિલ શાહ

કલાકાર: અયાઝ અહમદ, અનિમા પગારે, ઉપ્પેખા જૈન, હેમંત દેઢિયા, પાર્થો દાસ, શ્યામલ ગાંગુલી      

સંભવિત-રિલીઝ: ૫ ઓગસ્ટ ૨૦૧૬

મૂડ્સ ઓફ ક્રાઈમફિલ્મમાં પૂજાના પાત્રની આસપાસ વાર્તાના તાણાવાણા ગૂંથાયેલા છે. પૂજા મુંબઈમાં રહેતી સાયકોલોજીની શિક્ષિકા છે. માનવમનની જટિલતા અને ક્ષમતાની આસપાસ ફિલ્મની વાર્તા આકાર લે છે. પૂજાના માર્ગદર્શન હેઠળ એમ.એ સાયકોલોજિના બે વિદ્યાર્થીઓ માનવમનની ગહનતા પર અભ્યાસ કરી રહ્યા છે. ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિના વિચારો અને તેની સંકુલતા પર ઝુબિન અને નિવા (પૂજાના વિદ્યાર્થીઓ) અભ્યાસ કરે છે. પરીણામે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ શરૃ કરે છે. ક્રિમિનલ સાયકોલોજીના આ વિદ્યાર્થીઓ પ્રયોગ તરીકે જે પ્રયાસો હાથ ધરે છે તે દરમિયાન ગુનાખોરીની હારમાળા સર્જાય છે. જે પહેલી નજરે હેતુવિહીન લાગે છે. જેમ વાર્તા આગળ વધે છે તેમ ઝુબિન અને નિવા ગુનાખોરીને લગતા તેમના અનુભવોની વાત પૂજા સાથે કરે છે. એક પછી એક બનાવો બનતા જાય છે અને એવો સંજોગો સર્જાય છે કે ક્રિમિનલ સાયકોલોજીના અભ્યાસુ ગુના તરફ ઝોક ધરાવતા થઈ જાય છે. શું તેઓ ગુનેગાર બની જશે કે પછી તેમના સંશોધનનો યોગ્ય નિષ્કર્ષ મેળવવામાં સફળ જશે તે જાણવા ફિલ્મ જોવી રહી.