મૃતક યુવક પાસેથી ચિઠ્ઠી મળી, પરિવારે પોલીસને સોંપતાં તપાસની દિશા બદલાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • મૃતક યુવક પાસેથી ચિઠ્ઠી મળી, પરિવારે પોલીસને સોંપતાં તપાસની દિશા બદલાઈ

મૃતક યુવક પાસેથી ચિઠ્ઠી મળી, પરિવારે પોલીસને સોંપતાં તપાસની દિશા બદલાઈ

 | 4:18 am IST
  • Share

ા ભાવનગર ા

શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય યુવકે કરેલાં આપઘાત પ્રકરણમાં આજે તપાસને નવી દિશા મળે તેવો અણધાર્યો વળાંક આવ્યો છે.મૃતક પાસેથી એક ચિઠ્ઠી મળી હોવાના દાવા સાથે મૃતકના પરિવારે પોલીસને ચિઠ્ઠી આપી હતી.જેને કબ્જે લઈ તપાસાર્થે એફએસએલમાં મોકલી અપાઈ હતી.જયારે,બીજી તરફ પોલીસે મૃતક યુવક અને તેના પિતા સહિત પરિવારના બેંક ડીટેલ્સ અને ટ્રાન્ઝેકશનની વિગત માટે પણ તજવીજ હાથ ધરી છે.

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલાં શિવનગરમાં રહેતાં ૨૧ વર્ષીય યુવક બ્રિજ વસંતભાઈ નાકરાણી ગત સોમવારના રોજ બપોરના સુમારે વિદેશથી બેહેને મોકલાવેલાં નાણાંની ફિક્સ ડિપોઝીટ કરવામાતા સાથે બેંકે ગયો હતો. જયાં માતાને બેંકે બેસાડી પોતે ડોક્યુમન્ટસ લાવવાનું કહી ઘરે ગયો હતો.અને તેણે પંખે લટકી આપઘાત કરી લીધો હતો.યુવકના આપઘાતનું કારણ અગમ્ય રહ્યું છે.જયારે,મૃતક યુવકના પિતા અને પરિવાર આજે મદદનીશ પોલીસ વડા સફિન હસનને મળ્યો હતો. જયાં તેમણે મૃતકના ખિસ્સામાંથી મળી આવી હોવાના દાવા સાથે એક ચિઠ્ઠી રજૂ કરી હતી. જે એએસપી હસને તપાસાર્થે કબ્જે લઈ એફએસએલમાં મોકલી આપી હતી. તેમણે જણાવ્યું કે, ચિઠ્ઠીમાં અમુક લોકોના નામ, લાખ્ખોમાં લખેેલી રકમ અને મોબાઈલ નંબર છે.જો કે,આ ચિઠ્ઠીમાં અન્ય કોઈ લખાણ કરાયું નથી. ચિઠ્ઠીને તપાસાર્થે એફએસએલમાં મોકલાઈ છે.તેના રિપોર્ટના આધારે આ પ્રકરણે આગળની કાર્યવાહી થશે. તેમ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો