મેકઅપ કરતી વખતે આ ભૂલ ક્યારેય ન કરતા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મેકઅપ કરતી વખતે આ ભૂલ ક્યારેય ન કરતા

મેકઅપ કરતી વખતે આ ભૂલ ક્યારેય ન કરતા

 | 3:00 am IST
  • Share

  યુવતીઓ સુંદર દેખાવા માટે મેકઅપ કરે છે. મેકઅપ કોઇપણ યુવતીની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. તેથી જ મેકઅપ આજકાલ યુવતીઓના જીવનનો જરૂરી ભાગ બની ગયો છે, પરંતુ મેકઅપ કરનારી યુવતીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે મેકઅપ સુંદરતા વધારી શકે છે તો બગાડી પણ શકે છે. મેકઅપ કરતી વખતે જાણતાં અજાણતાં એવી ભૂલો થઇ જાય છે જે સુંદરતાને વધારવાને બદલે બગાડી નાંખે છે. તો આજે કેવી ભૂલ ન કરવી જોઇએ એ અંગે વાત કરીશું.  

વારંવાર ફેસ વોશ

મેકઅપ કરતાં પહેલાં ચહેરો સ્વચ્છ કરવો જોઇએ, પરંતુ વારંવાર ચહેરો ધોવાથી તમારા ચહેરાની ભીનાશ નાશ પામશે તથા સ્કિન શુષ્ક થઇ જશે. પરિણામે મેકઅપ સારો લાગવાને બદલે ડ્રય ડ્રાય લાગે છે. તેથી મેકઅપ કરતાં પહેલાં એક જ વખત ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ.  

શુષ્ક ત્વચા પર ન કરો મેકઅપ

મેકઅપ ક્યારેય ડ્રાય સ્કિન પર ન કરવો જોઇએ. શુષ્ક ચહેરા ઉપર મેકઅપ કરવાથી તમારા ચહેરાનો નિખાર નાશ પામે છે તેથી મેકઅપ કરતાં પહેલાં ચહેરા ઉપર મોઇૃરાઇઝર જરૂર લગાવો. સ્કિનમાં મોઇૃરાઇઝર ઊતરે પછી ચહેરા પર મેકઅપ કરો. જેમની ત્વચા શુષ્ક છે તેમણે ત્વચાને અનુરૂપ મેકઅપની પસંદગી કરવી જોઇએ. વધારે પડતું ફાઉન્ડેશન લગાવવાનું ટાળવું જોઇએ.  

ઓછા પ્રકાશમાં મેકઅપ ન કરો

મેકઅપ કરીએ ત્યારે પ્રોપર પ્રકાશ ચહેરા ઉપર પડવો જોઇએ. નહીંતર ચહેરા ઉપર ક્યાંક વધારે અને ક્યાંક ઓછો મેકઅપ લાગી જાય છે.

ખોટી રીતે કન્સીલર લગાવવું

મહિલાઓ ચહેરા પરના ડાર્ક સર્કલ અને ધબ્બા છુપાવવા માટે કન્સીલરનો ઉપયોગ કરે છે. ક્યારેક વધારે પડતાં કન્સીલરનો ઉપયોગ કરી લે છે. ડાર્ક સર્કલ પર એકથી વધારે વખત કન્સીલર ન લગાવો. એક વખત કન્સીલરને બ્લેન્ડ કરીને સુકાવા દો પછી જરૂર લાગે તો બીજી વખત કન્સીલરનો ઉપયોગ કરો.  

વધારે ફાઉન્ડેશન

મેકઅપમાં ફાઉન્ડેશન જરૂરી છે, પરંતુ વધારે ફાઉન્ડેશન લગાવવાથી મેકઅપમાં ક્યાંક ક્યાંક ક્રેક પડી ગઇ હોય એવું લાગે છે. તેથી હળવું ફાઉન્ડેશન લગાવો. તમે કન્સીલર અને ફાઉન્ડેશન મિક્સ કરીને લગાવી શકો છો. ફાઉન્ડેશન તમારી સ્કિન સાથે મેળ ખાતું હોય એવું જ પસંદ કરો.  

આઈબ્રોનો યોગ્ય શેપ

તમારા મેકઅપમાં આંખનો મેકઅપ સૌથી વધારે અગત્યનો હોય છે. ચહેરાની આઇબ્રોને યોગ્ય શેપ આપવો જરૂરી છે. પ્રયત્ન કરો કે આઇબ્રોનો શેપ સામાન્ય જ રહે. જો આઇબ્રોને શેપ આપવા ઇચ્છો છો તો લાઇટ પેન્સિલનો ઉપયોગ કરો. પેન્સિલની જગ્યાએ બ્રશનો ઉપયોગ પણ કરી શકો.  

ચહેરા અનુસાર મેકઅપની કરો પસંદગી

મેકઅપ કરતી વખતે ચહેરાની સેન્સિટિવિટીને ધ્યાનમાં લઇને મેકઅપ પ્રોડક્ટની પસંદગી કરો. એવી મેકઅપ આઇટમનો ઉપયોગ ન કરો જોનાથી તમારા ચહેરાને નુકસાન થાય. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો