મેટ ગાલા મને મારા માટે શાપસમાન લાગે છે : હેલી બીબર - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મેટ ગાલા મને મારા માટે શાપસમાન લાગે છે : હેલી બીબર

મેટ ગાલા મને મારા માટે શાપસમાન લાગે છે : હેલી બીબર

 | 4:47 am IST
  • Share

  જસ્ટિન બીબરની મૉડેલ પત્ની હેલી બીબર આજકાલ સમાચારમાં છે. તેણે તાજેતરમાં જ પોતાના નિવેદનથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાત કરીએ મેટ ગાલાની તો આ વખતે બીબર દંપતીએ કાળા કલરને અપનાવ્યો હતો અને તે બંને બ્લેક ગાઉન તથા બ્લેક બ્લેઝરમાં ગાલામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હેલી કહે છે કે અમે ઘણાં સમય પહેલાં નક્કી કરી લીધું હતું કે અમે કાળા કલરનાં વસ્ત્રો પહેરીશું. બ્લેક અમારો મનગમતો કલર છે. હેલીએ વધુમાં જણાવ્યું હતું કે મને આ વર્ષે ગાલામાં આવતાં ખૂબ જ ડર લાગતો હતો. ખરું પૂછો તો હું ગાલામાં આવવા તૈયાર જ નહોતી. જસ્ટિને મને મહામહેનતે તૈયાર કરી હતી. મેટ ગાલામાં નહીં આવવાનું મારું કારણ મારી માન્યતા અને મારા ભૂતકાળના અનુભવ જ છે. માંડીને વાત કરું તો સૌપ્રથમ જ્યારે હું ગાલામાં ભાગ લેવા માટે આવી હતી, તે સમયે હું આ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત હતી. મારા માટે આ પહેલો અનુભવ હતો. હું સુંદર ડ્રેસ પહેરીને તૈયાર હતી, પણ જેવી ગાલામાં પહોંચી કે તરત હું પડી ગઈ અને મેં મારો એક પગ ફ્રેક્ચર કરી નાખ્યો. આ દિવસનો સમય હતો. મારા પગમાં, ઘૂંટણમાં ખૂબ ઈજા થઈ હતી. એ પ્રસંગ માંડ માંડ ભૂલી તો બીજા વર્ષે પણ ફરીથી મેટ ગાલામાં મને એ જ પગે ઇજા થઇ હતી. તે સમયે રાત હતી. હું બે વાર મેટ ગાલામાં ઇજાગ્રસ્ત થઇ ચૂકી છું અને સળંગ ત્રીજી વાર મારે ઈજાગ્રસ્ત નહોતું થવું, તેથી હું આવવા જ નહોતી માંગતી, પણ પછી જસ્ટિને મને કહ્યું કે હું નેગેટિવ વિચારી રહી છું. બને કે આ વર્ષે ગાલા તારા માટે શાપ ન નીવડે. ખેર, તેની વાત સાચી પડી એનો આનંદ હેલીને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો