મેડવેડેવ ચેમ્પિયન, જોકોવિચનું કેલેન્ડર સ્લેમનું સ્વપ્ન ચકનાચૂર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • મેડવેડેવ ચેમ્પિયન, જોકોવિચનું કેલેન્ડર સ્લેમનું સ્વપ્ન ચકનાચૂર

મેડવેડેવ ચેમ્પિયન, જોકોવિચનું કેલેન્ડર સ્લેમનું સ્વપ્ન ચકનાચૂર

 | 2:00 am IST
  • Share

શક્તિશાળી ર્સિવસ કરનાર રશિયાના ડેનિયલ મેડવેડેવે વિશ્વના પ્રથમ ક્રમાંકિત ર્સિબયાના નોવાક જોકોવિચનું કેલેન્ડર સ્લેમ પૂરો કરવાનું સ્વપ્ન ચકનાચૂર કરીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ તેનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ છે. લગભગ બે કલાક ૧૬ મિનિટ સુધી રમાયેલી ફાઇનલમાં મેડવેડેવે જોકોવિચને ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. આ સાથે જોકોવિચનું ૨૧મો ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન પણ રોળાઈ ઔગયું હતું.

જોકોવિચ પાસે ૧૯૬૯ બાદ કેલેન્ડર ગ્રાન્ડસ્લેમ પૂરો કરનાર પ્રથમ મેન્સ ખેલાડી બનવાની તક હતી. રોડ લેવરે ૧૯૬૯ની એક જ સિઝનમાં તમામ ચાર ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. ત્યારબાદ સ્ટેફી ગ્રાફ ૧૯૮૮માં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી બની હતી. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન, જૂનમાં ફ્રેન્ચ ઓપન તથા જુલાઈમાં વિમ્બલ્ડન જીતનાર ર્સિબયન ખેલાડી ફોર્મમાં જણાતો હતો પરંતુ ફાઇનલમાં મેડવેડેવે પ્રથમ સેટ જીત્યા બાદ પૂરી મેચ ઉપર પોતાનો દબદબો મેળવી લીધો હતો.

ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ મેડવેડેવે ‘સોરી’ કહ્યું

વિજય મેળવ્યા બાદ મેડવેડેવે જણાવ્યું હતું કે, સમર્થકો અને જોકોવિચ માટે સોરી, આપણે તમામ જાણતા હતા કે, તે શા માટે રમી રહ્યો હતો. તમે તમારી કારકિર્દીમાં જે હાંસલ કર્યું છે તે જોતાં તમે મારા માટે ઇતિહાસના સૌથી મહાન ખેલાડી છો. ૨૦૧૯ના યુએસ ઓપન રનર્સ-અપ રશિયન ખેલાડીએ પોતાની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. જોકોવિચે પણ હરીફ ખેલાડીને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ગ્રાન્ડસ્લેમ જીતવાનો હકદાર છે તો તે તમે છો.

ફાઇનલમાં સમાન સ્કોર લાઇનથી મળેલો ત્રીજો પરાજય

જોકોવિચ મેન્સ ટેનિસ ઇતિહાસના બાવન વર્ષમાં સૌથી મોટી મેચ જીતવા માટે કોર્ટમાં ઊતર્યો હતો પરંતુ તેને કારણો પરાજય મળ્યો હતો. જોકોવિચનો આ પરાજય યુએસ ઓપનના ઇતિહાસ મુજબ સૌથી મોટો છે. મેન્સ સિંગલ્સની ફાઇનલના ઇતિહાસમાં કોઈ સમાન સ્કોર લાઇનથી પરાજય મળ્યો હોય તેવો આ ત્રીજો બનાવ બન્યો છે. આ પહેલાં ૨૦૧૪માં જાપાનને કેઇ નિશિકોરીને મારિન સિલિચે ફાઇનલમાં ૬-૩, ૬-૩, ૬-૩થી સમાન સ્કોર લાઇનથી હરાવ્યો હતો. સૌથી પહેલાં હેનરી કોચેટને આ પ્રકારે ફાઇનલમાં હાર મળી હતી. ૧૯૩૨માં એલ્સવર્થ વાઇને હેનરીને ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન