મેતા ખંભાળિયામાં પૂજારીને બાંધી ૪ શખસોએ મંદિરમાં લૂંટ ચલાવી - Sandesh
  • Home
  • Newspaper
  • મેતા ખંભાળિયામાં પૂજારીને બાંધી ૪ શખસોએ મંદિરમાં લૂંટ ચલાવી

મેતા ખંભાળિયામાં પૂજારીને બાંધી ૪ શખસોએ મંદિરમાં લૂંટ ચલાવી

 | 12:35 am IST

  • સોના-ચાંદીનો મૂગટ, હાર, રોકડ આંચકી ગયા
    રાજકોટ : ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમાં વાડીમાં આવેલા મંદિરમાં સેવા-પૂજા કરતાં વૃદ્ધને છરી બતાવી, માર મારી, ખાટલાં સાથે બાંધી મંદિરમાંથી આભૂષણો અને રોકડ સહિત કુલ રૂ.પપપ૦૦ની લૂંટ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. લૂંટારા રપ થી ૩પ સુધીની ઉંમરના ૪ શખસો હોવાનું સામે આવ્યું છે.
    પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મેતા ખંભાળિયામાં જાદવ મંગાભાઈ પરમાર (ઉ.વ.૮૦, કોળી પટેલ) ગોધાણી દાદાની વાડીએ રહીને મંદિરમાં સેવા પૂજા કરે છે. રવિવારે વહેલી સવારે જાહેર થયેલા બનાવમાં ૪ શખસો રાત્રીના સમયે મંદિર ખાતે ધસી આવ્યા હતા અને સેવા-પૂજાના સ્થળના નકૂચા તોડી અંદર ઘૂસી વૃદ્ધને છરી બતાવી માર મારી ખાટલાં સાથે બાંધી દીધા હતા. ત્યાર બાદ મંદિરમાંથી સોનાનો એક મુગટ, ચાંદીનો એક મુગટ, એક સોનાનો હાર, મંદિરની ૧૬૦૦૦ની રોકડ તથા ખિસ્સામાં રહેલા રૂ.૪પ૦૦ રોકડની લૂંટ ચલાવી ચારેય શખસો નાસી છૂટયા હતા. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.