મેદસ્વિતા પર થયેલા સર્વેમાં ગુજરાત અંગે બહાર આવ્યા ચિંતાજનક આંકડાઓ - Sandesh
  • Home
  • Health & Fitness
  • મેદસ્વિતા પર થયેલા સર્વેમાં ગુજરાત અંગે બહાર આવ્યા ચિંતાજનક આંકડાઓ

મેદસ્વિતા પર થયેલા સર્વેમાં ગુજરાત અંગે બહાર આવ્યા ચિંતાજનક આંકડાઓ

 | 12:28 pm IST

ભારત દુનિયામાં ત્રીજો સૌથી મેેદસ્વિતાગ્રસ્ત દેશ છે. આંકડાઓ (2014નો સર્વે) અનુસાર દેશમાં મેદસ્વિતાથી ગ્રસ્ત લોકોની સંખ્યા 61 મિલિયન (6.1 કરોડ) છે અને તે દરરોજ વધી રહી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ગુજરાતમાં 15.4 ટકા પુરુષો અને 17.7 ટકા મહિલાઓ મેદસ્વિતાનો શિકાર બન્યા છે. મેદસ્વિતાગ્રસ્ત લોકોની સંખ્યા મામલે ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાં છેલ્લા સ્થાને છે.

અમેરિકામાં કરાયેલા એક નવા સંશોધન અનુસાર મેદસ્વિતાથી ગ્રસ્ત પાંચ દર્દીઓમાંથી એક વિટામિન એ, વિટામિન બી12, વિટામિન ડી, વિટામિન ઇ, આયર્ન, ફોલેટ (વિટામિન બી9) અને થિએમિન (વિટામિન બી-1)નું સ્તર ઓછું મળી આવ્યું છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી ક્ષેત્રોમાં મેદસ્વિતાગ્રસ્ત લોકોની સંખ્યા ત્રણ ગણી વધુ છે. મેદસ્વિતાગ્રસ્ત લોકોની સંખ્યા એટલી જ ઝડપથી વધી રહી છે જેટલી કુપોષિત ભારતીયોની સંખ્યા વધી રહી છે. 1990માં ભારતની વસતીમાં 23.7 ટકા કુપોષિત હતી જ્યારે 15.8 ટકા જનતા વધારે પોષિત હતી. હાલમાં દેશની કુલ વસતીમાંથી 15.2 કુપોષિત છે જ્યારે 22 ટકા અધિક પોષિત છે.

ગુજરાતમાં કરાયેલું સંશોધન
2010માં ગુજરાતમાં એક સંશોધનમાં મેદસ્વિતાના શિકાર બનેલા લોકો અને સામાન્ય વજનના લોકોના દૈનિક આહારની સરખામણી કરવામાં આવી હતી. સામાન્ય વજનવાળા લોકોના મુકાબલે વધારે વજનવાળા લોકો પ્રતિદિન 10 ગ્રામ વધારે તેલ તથા 20 ટકા ઓછું શાકભાજીનું સેવન કરે છે.

દિલ્હીનું સંશોધન
દિલ્હીમાં થયેલા સંશોધનમાં મહિલાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી હતી. સંશોધનમાં મેદસ્વિતાથી ગ્રસ્ત મહિલાઓની સ્થિતિનું મુખ્ય કારણ વધારે તેલવાળા ખાદ્યપદાર્થોનું સેવન કરવું જણાવાયું જ્યારે વધારે વજનવાળી મહિલાઓએ તેમના વજન માટે વધુ ખાવાને જવાબદાર ગણાવ્યું હતું. ટેકનિકલ રીતે મેદસ્વિતા સોજાનો એક પ્રકાર છે અને સંશોધન અનુસાર આ આયર્નને લેવા અથવા આયર્નના ઉપયોગને નુકસાન પહોંચાડે છે.

મેદસ્વિતાથી રોગ સુધી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વધેલા બીએમઆઇથી હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેટલાક પ્રકારના કેન્સરનો ખતરો વધુ રહેલો છે. મુંબઈમાં 2009માં થયેલા એક અધ્યયન અનુસાર સામાન્ય વજનના ઊંચા બ્લડ પ્રેશરવાળા લોકોની સરખામણીએ હાઈ બીપીગ્રસ્ત વધુ વજન અને મેદસ્વિતા ગ્રસ્ત લોકોમાં વિટામિન બી-12 અને ફોલિક એસિડનું સ્તર ઓછું થઈ જાય છે. મેદસ્વિતા એક વયસ્ક પુરુષના જીવનનો સમય આશરે 8.5 વર્ષ ઓછુ કરી દે છે. જ્યારે એક વયસ્ક મહિલાની ઉંમરના 6 વર્ષ ઘટાડી દે છે.

આ ઉપરાંત સામાન્ય વજનવાળા લોકોની સરખામણીએ મેદસ્વિતાગ્રસ્ત લોકોનું જીવન બેથી ચાર ગણું વધુ અસ્વસ્થ થઈ જાય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી 2013 અનુસાર પાછલા વર્ષોમાં કોઇ પણ દેશમાં મેદસ્વિતા ઓછી નથી થઈ. ભારતમાં વધારે વજનવાળા લોકોનો ફેલાવાની સાથે 2030 સુધી 27.8 ટકા વધારાનુ અનુમાન છે અને સૌથી વધુ આશા શહેરી વિસ્તારોમાં થવાનો છે જ્યાં મેદસ્વિતા ઝડપથી વિસ્તરી રહી છે.

વિદેશોમાં ફેટ ટેક્સ
ડેન્માર્ક અને હંગેરીમાં 2001માં ફેટ ટેક્સ લગાવવામાં આવ્યો હતો જે બાદમાં હટાવી લેવાયો હતો. ઇંગ્લેન્ડે સોફ્ટ ડ્રિંક્સ પર શુગર ટેક્સ લગાવ્યો હતો. મેક્સિકો સરકાર 16 વર્ષથી મેદસ્વિતા ઓછી કરવા માટે યોજનાઓ ચલાવી રહી છે. મલેશિયાની શાળાઓમાં બાળકોના રિર્પોટ કાર્ડમાં મેદસ્વિતા અંગે પણ લખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન