મેન ઇટર દીપડા અંગે બ્રિટિશ ઓથર જિમ કાર્બેટના પુસ્તકમાં વર્ણન - Sandesh
  • Home
  • Baroda
  • મેન ઇટર દીપડા અંગે બ્રિટિશ ઓથર જિમ કાર્બેટના પુસ્તકમાં વર્ણન

મેન ઇટર દીપડા અંગે બ્રિટિશ ઓથર જિમ કાર્બેટના પુસ્તકમાં વર્ણન

 | 3:47 am IST

દીપડો કપટી અને લુચ્ચું પ્રાણી છે, તે ગમે ત્યારે અચૂક હુમલો કરે જ

જંગલ વિસ્તાર ઘટતાં આશ્રય અને ખોરાક માટે દીપડા માનવ વસાહત તરફ આવતા થયા

ા વડોદરા ા

દાહોદ જિલ્લામાં દીપડાના મનુષ્ય પર વધી રહેલા હુમલાના બનાવના પાછળ જંગલ વિસ્તારમાં મનુષ્યની વધતી જતી દરમિયાનગીરી તેમજ જંગલ વિસ્તારો ઘટવા સહિતનાં કારણો જવાબદાર હોવાનું પ્રાણીશાસ્ત્રી માને છે.

એમએસ યુનિર્વિસટીના ઝૂલોજી વિભાગના પ્રાધ્યાપક ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, દીપડો એ બિલાડી કૂળનું પ્રાણી છે. બ્રિટિશ ઓફિસર જિમ કાર્બેટે દીપડાના બિહેવિયરમાં ખાસ કરીને મેન ઇટર દીપડા અંગેનું વર્ણન કર્યું છે. આ ઉપરાંત તેમણે ટાઇગર પર પણ આ અંગેનું વર્ણન તેમના પુસ્તકમાં કર્યું છે. જેમાં તેમણે ટાઇગર ઇઝ જેન્ટલમેન અને લેપર્ડ ઇઝ ક્રૂક તેવું વર્ણન કર્યું છે અર્થાત વાઘ એ સજ્જન પ્રાણી છે, જ્યારે દીપડો એ લુચ્ચું પ્રાણી છે. દીપડો ભરોસા પાત્ર પ્રાણી નથી, તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. પ્રાણી મનુષ્ય પર હુમલો કેમ કરે તેનું એક કારણ એ પણ છે કે, પ્રાણી જ્યારે દોડીને બીજા પ્રાણીનો શિકાર કરવા સમક્ષ રહેતું નથી ત્યારે ખોરાકની શોધમાં તે માનવ વસાહત તરફ આવી જાય છે અને મનુષ્યનો શિકાર કરે છે, તે શિકાર તેને સહેલો લાગે છે. મનુષ્ય વધુ દોડી શકતો નથી અને સામનો પણ કરી શકતો નથી. આ શિકાર મોટેભાગે ઘરડાં પ્રાણીઓ પણ કરતાં હોવાનું અભ્યાસમાં જોવા મળ્યું છે. આ ઉપરાંત દાહોદના ધાનપુર સહિતનો વિસ્તાર જે જંગલ વિસ્તાર હતો, ત્યાં મનુષ્યની દખલગીરી વધી અને જંગલ વિસ્તાર ઘટી ગયો, જેથી આશ્રય અને ખોરાકની શોધમાં તેઓ માનવ વસાહત તરફ આવતા ગયા. જ્યાં આવી ઘટનાઓ બની ત્યાં પ્રાણી અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષ વધ્યા છે.

પ્રાણીઓની સમજ શક્તિ અદ્ભૂત હોય છે

દીપડાને ઝડપડવાના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે ત્યારે ડો.દેવકરે જણાવ્યું હતું કે, પ્રાણીઓની સમજ શક્તિ ગજબની હોય છે. તેઓને જાણ થઇ જાય કે તેમને ઝડપવાના પ્રયાસો થઇ રહ્યા છે. તે જોતાં જ તેઓ તે વિસ્તારનો ત્યાગ કરે છે.

દાહોદમાં દીપડાએ ત્રણ મહિલાનો શિકાર કર્યો હતો

દાહોદ જિલ્લામાં દીપડાએ નવેમ્બરની ૨૨ થી ૨૭મી તારીખ સુધીમાં ત્રણ મહિલાનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

;