'મોગલયુગ', 'બ્રિટિશયુગ', 'ગાંધીયુગ': આવા કોઈ યુગ હતા? - Sandesh
  • Home
  • Columnist
  • ‘મોગલયુગ’, ‘બ્રિટિશયુગ’, ‘ગાંધીયુગ’: આવા કોઈ યુગ હતા?

‘મોગલયુગ’, ‘બ્રિટિશયુગ’, ‘ગાંધીયુગ’: આવા કોઈ યુગ હતા?

 | 1:53 am IST

લાઉડમાઉથ : સૌરભ શાહ

મોગલો હિન્દુસ્તાનમાંથી જે સંસ્કૃતિનો નાશ કરીને ઈસ્લામ આધારિત સંસ્કૃતિ સ્થાપવા માગતા હતા એમાં નિષ્ફળ રહ્યા. બાબરથી લઈને ઔંરગઝેબ સુધીના બધા જ ક્રુર, જાલિમ, હિન્દુદ્વેષી મુસ્લિમ રાજાઓ આ હેતુ પાર પાડવામાં સરિયામ નિષ્ફળ રહ્યા.

આનું કારણ શું? કારણ બે છે. એક તો તેઓ અંદર-અંદર લડતા. બાપ દીકરાનું ને દીકરો બાપનું કાસળ કાઢે એવી એ પ્રજા અને બીજું વધુ મહત્ત્વનું કારણ એ કે હિન્દુઓએ એમને હિન્દુ સંસ્કૃતિ મિટાવવામાં ફાવવા નહીં દીધા. હિંદુ પ્રજા અને હિંદુ પ્રજાના રાજાઓએ સતત આ મુસ્લિમ શાસકોનો સામનો કર્યો. કેટલાક રાજા, બહુ જૂજ, મુસ્લિમ શાસકોના ખાંધિયા બન્યા, એમની સાથે ભળી ગયા. પણ મોટા ભાગના હિન્દુ રાજાઓએ પંજાબથી લઈને આજના મહારાષ્ટ્ર તેમ જ દક્ષિણ ભારતના પ્રદેશોને મુસ્લિમ શાસકોથી દૂર રાખ્યા. ભારતના જો બધા જ હિન્દુ રાજાઓએ બાબરથી ઔરંગઝેબ સુધીના મુસ્લિમ ઝનૂનખોરોેની શરણાગતિ સ્વીકારી લીધી હોત તો આજે આ છાપું ગુજરાતી ભાષામાં નહીં પણ ઉર્દુમાં છપાતું હોત, તમે ને હું સૌ કોઈ એકબીજાને નમસ્તેકરવાને બદલે સલામ, ભાઈજાનકરતા હોત, ગુરુપૂર્ણિમા રક્ષાબંધન દિવાળી-હોળી જેવા તહેવારો ભૂંસાઈ ગયા હોત અને સર્વત્ર ઈદ-મોહરમની ઉજવણીઓ થતી હોત, દેલવાડાનાં દેરાં, શેત્રુંજય અને સમેત શિખરજી, શ્રીનાથદ્વારાનું શ્રીજીબાવાનું મંદિર, દ્વારકા-સોમનાથનાં તથા સ્વામિનારાયણનાં મંદિરો, તિરુપતિ, મીનાક્ષી મંદિર તેમ જ કાશી-મથુરા તથા બદરી-કેદાર સહિતનાં એક પણ મંદિરો આજે હોત નહીં. હિન્દુઓના બહાદુર રાજાઓ તથા એમના હિંમતવાન સૈન્યે જે તે વખતના મુસ્લિમ શાસકોને સતત આપ્યા કરેલી લડતનું પરિણામ એ છે કે આ બધાં જ મંદિરો, હજારોની સંખ્યામાં, આજે પણ અકબંધ છે અને મંદિરો કરતાં વધુ અગત્યની એવી આપણી હિન્દુ પરંપરા, હિન્દુ સંસ્કૃતિ અખંડ છે. આ બધું જળવાયું છે એમાં કોઈ મુસ્લિમ શાસકની ઉદારતાનો ફાળો નથી. ના. અકબરનો પણ નહીં. એકાદ મુસ્લિમ શાસકે, ટોકનરૂપે કોઈ મંદિર કે હિન્દુ ધર્મસ્થાન ન તોડયું હોય તો એ એની મજબૂરી હતી, એની ડિપ્લોમસી હતી, એની ધર્મસહિષ્ણુતા નહોતી.

મુસ્લિમ શાસકોએ ચલાવેલી લાખો હિન્દુઓની કતલેઆમ પછી પણ હિન્દુ સંસ્કૃતિ આજે પણ આપણા દેશમાં અકબંધ છે એનો મતલબ એ થયો કે આ મોગલ રાજાઓ આપણી પ્રજાને મહાત કરવામાં ફાવ્યા નહોતા. એમનું એકહથ્થુ શાસન હિન્દુસ્તાનના બહુ જ લિમિટેડ એરિયા પૂરતું ચાલુ રહ્યું અને ત્યાં પણ તેઓ સંપૂર્ણપણે ફાવી શક્યા નહીં કારણ કે સ્થાનિક પ્રજા સતત એમની સામે સંઘર્ષ કરીને જીતતી રહી. એ મર્યાદિત વિસ્તાર સિવાયના મોટા ભાગના ભારતમાં વિવિધ હિન્દુ રાજાઓની આણ ચાલતી રહી. આમ છતાં આપણને શીખવાડાયું છે શું? એ મોગલકાળ હતો- બાબરથી ઔરંગઝેબ અને પછી બહાદુરશાહ ઝફર સુધીનો.

આપણને કયારેય ઈતિહાસની આ ટર્મિનોલોજિને ચેલેન્જ કરવાનો વિચાર સુદ્ધા નથી આવ્યો. હિન્દુસ્તાન પર બ્રિટિશ હકૂમતની જેમ સદીઓ સુધી મોગલોની હકૂમત રહી એવું છલકપટભર્યું સરળીકરણ સામ્યવાદી ઈતિહાસકારોએ આપણને કરી આપ્યું અને આપણે સૌ ચૂપચાપ ગ્રાઈપ વોટરની જેમ એને પી ગયા. મુગલયુગ, બ્રિટિશયુગ, ગાંધીયુગ- આ ત્રણેય યુગનું નામકરણ જુઠું છે. સ્વાતંત્ર્યની લડતના ઘર્ષણના સમયમાં ગાંધીજી કે ગાંધીવિચારોની સાથે સહમત નહીં થનારાઓની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં હતી. ગાંધીયુગજેવું લેબલ તમે ચીટકાડો છો ત્યારે વીર સાવરકર, શહીદ ભગત સિંહ અને સૌથી વધારે તો સુભાષચંદ્ર બોઝ જેવા અનગિનત નેતાઓની તમે તૌહિન કરો છો. આ બધા એ જ સમયગાળામાં પ્રવૃત્ત હતા જે પિરિયડને કોન્ગ્રેસીઓના પિઠ્ઠુ જેવા સામ્યવાદીઓએ ગાંધીયુગનામ આપ્યું છે.

બ્રિટિશ સલ્તનત વખતે પણ ભારતમાં અગણિત નાનાં-મોટાં હિન્દુ રાજ્યો પોતાની સદ્બુદ્ધિ મુજબ રાજવહીવટ કરીને પ્રજાને સાચવતા. પણ બ્રિટિશ હિસ્ટોરિયન્સ આ રજવાડાંઓ વિશે લખે ત્યારે રાજાઓ ડિબોચ (લંપટ) હતા અને નોચ ગર્લ્સ (તવાયફો)ના ગળામાં હાથ ભેરવીને મનોરંજન તથા મનોરંજન કરવામાં રચ્યાપચ્યા રહેતા તથા ગરીબ પ્રજાનું શોષણ કરતા એવો જ ઈતિહાસ લખે અને એ સ્વાભાવિક પણ છે. બ્રિટિશ સરકારની મહેરબાનીથી જે ઈતિહાસકારોએ આ કામ કરવાનું હોય તેને મહેનતાણું એટલા માટે જ તો આપવામાં આવ્યું હોય કે તેઓ ભારતની સ્થાનિક શાસનવ્યવસ્થાનું નીચાજોણું દેખાડે. ડિબોચરી બને નોચ ગર્લ્સ સાથેની મહોબ્બતબાજી બ્રિટનની રાજાશાહી દરમ્યાન પણ એના પ્રત્યેક પરગણામાં થતી, ગરીબ પ્રજાનું શોષણ પણ થતું અને એની સામે ઈંગ્લેન્ડના અનેક રાજાઓ-ઉમરાવો-વગેરેએ પ્રજા માટે અદ્ભુત કાર્યો કર્યાં. બ્રિટિશ ઈતિહાસકારો એમની સ્કૂલ-કોલેજો માટે આ અદ્ભુત કાર્યોની ગાથાવાળો ઈતિહાસ આલેખતાં પાઠયપુસ્તકો જ લખશે.

પણ ભારતના અનેક રાજાઓનાં ભવ્ય પરાક્રમો, એમની દીર્ધદ્રષ્ટિ તથા પ્રજાવત્સલતાનો ઈતિહાસ ઢાંકીને તેઓ ગટર, ઈન્સ્પેકટરના રિપોર્ટની જેમ જ્યાં જ્યાં કુશાસન કે અંધાધુંધી દેખાઈ તેને જ ઈતિહાસમાં વણી લઈને ભારતની પ્રજા સામે મૂકશે. સિરીઝના પ્રથમ લેખમાં અમેરિકાના પર્લ હાર્બર અને સામે જપાનના હિરોશીમા-નાગાસાકીના ઈતિહાસ માટે બેઉ દેશોનો નજરિયો જુદો જ હોવાનો એવું ઉદાહરણ આપેલું તે ભારતના ઈતિહાસને બરાબર લાગુ પડે છે. ૧૯૪૭ સુધી તમને ભારતનાં રાજારજવાડાંઓની માઈનસ સાઈડનો ઈતિહાસ ભણવવામાં આવ્યો. કારણ કે ત્યાં સુધી આ પવિત્ર ભૂમિ ગંદો યુનિયન જેક લહેરાતો હતો. પણ પંદરમી ઓગષ્ટ ઓગણીસો સુડતાળીસના અલમોસ્ટ સિત્તેર વર્ષ પછી પણ આપણે એ જ ઈતિહાસ ભણાવવાનો?

ગાંધીયુગઅને બ્રિટિશયુગની જેમ મોગલકાળનું લેબલ પણ ભૂંસી નાખવું જોઈએ. એ વિના ભારતના ભૂતકાળને સાચો પર્સપેક્ટિવ નહીં મળી શકે અને આ કામ ત્યારે જ થઈ શકે જ્યારે ગાંધીયુગ‘ ‘બિવિટશયુગતથા મોગલયુગની બીમારીઓ, ખરાબીઓ અને નિષ્ફળતાઓ બહાર આવે તેમ જ આ તમામ સદીઓ દરમ્યાન હિન્દુસ્તાનનાં વિવિધ રાજયોએ પોતાની સંસ્કૃતિ અકબંધ રાખવા માટે મોગલો-બ્રિટિશર્સ સામે કરેલા સંઘર્ષની ગાથા બહાર આવે. આમાં ક્યાંય ભૂતકાળની કોઈ ઘટના ભૂસીને કપોળકલ્પિત ઘટનાઓ ઉમેરવાની નથી. માત્ર દસ હજાર પાનાંનો ધારો કે ઈતિહાસ લખાયો હોય તો એમાંના બે હજાર વાક્યો નીચે લાલ અંડરલાઈન કરીને તમને જે શીખવાડવામાં આવ્યું છે તેને બદલે એ અંડરલાઈનોને હાઈલાઈટ કરવાને બદલે બીજાં જે વીસ હજાર વાક્યો છે તેની નીચે અંડરલાઈન કરીને-એ બાબતો શીખવાડવાની છે ભારતની નવી પેઢીને અને એ પહેલાં આપણને સૌને. વધુ નેકસ્ટ બુધવારે.

સાયલન્સ પ્લીઝ!

શાંત રહેવાનું, સૌજન્યપૂર્ણ રહેવાનું, કાયદાની આમન્યા રાખવાની, સૌનો આદર કરવાનો પણ જો કોઈ તમારા પર હાથ ઉગામે તો એને કબ્રસ્તાન ભેગો કરી દેવાનો.

માલ્કમ એક્સ

www.facebook.com/Sauorabh.a.shah