મોટીભમરી - નેત્રંગ સિંચાઇ યોજનાનું કામ શરૃ - Sandesh
  • Home
  • Baroda
  • મોટીભમરી – નેત્રંગ સિંચાઇ યોજનાનું કામ શરૃ

મોટીભમરી – નેત્રંગ સિંચાઇ યોજનાનું કામ શરૃ

 | 2:04 am IST

કરજણના પાણી નાંદોદ, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, માંગરોલ તાલુકામાં સિંચાઇ માટે આપવા આયોજન

૧૦૩ ગામોની ૧૮૭૭૦ એકર જમીનમાં સિંચાઇ પાણીનો લાભ મળશે

ા દેડિયાપાડા ા

રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર પૈકી નર્મદા જિલ્લાના નાંદોદ, ભરૃચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સિંચાઇથી વંચિત વિસ્તારને સિંચાઇનો લાભ આપવા માટે રૃપિયા ૪૧૮.૧૩ કરોડના ખર્ચે કરજણ જળાશય આધારિત મોટીભમરી- નેત્રંગ વાડી ઉદ્દવહન સિંચાઇ યોજના હાથ ધરાઇ છે.

જે માટે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટીભમરી ગામ પાસેથી કરજણ જળાશયમાંથી ૩૦૦ ક્યુસેક્સ પાણીનું ઉદ્દવહન કરીને અંદાજીત ૫૮ કિ.મી. જેટલી લંબાઇની એમ.એસ. પાઈપલાઈન નાંખીને ૧૮૭૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઇનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લિફટીંગ હેડ ૧૦૩ મીટર છે. આ યોજન ામાટે વિગતવાર સર્વેક્ષણ કરી નકશા અંદાજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ યોજન ાહેઠળ શરૃઆતમાં એક પમ્પીંગ સ્ટેશન બનાવી પાઈપલાઈન મારફતે નાંદોદ તાલુકાના ૦૪ ગામો, ઝગડિયા તાલુકાના ૧૨ ગામો, વાલિયા તાલુકાના ૨૩ ગામો, નેત્રંગ તાલુકાના ૨૪ ગામો અને માંગરોલ તાલુકાના ૪૦ ગામો મળી કુલ આદિજાતિ વિસ્તારના ૧૦૩ ગામોને લાભ મળનાર છે. આ યોજનામાં પાઈપલાઈનથી ૨.૦ કિ.મી. આજુબાજુ આવનાર કુલ ૨૨ તળાવો નાના મોટા ચેકડેમો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તદ્ઉપરાંત અમરાવતી, કીમ, ટોકરી અને ભુખી જેવી નદીઓમાં પાણી છોડી, નદીઓને જીવનંત રાખવામાં આવશે. આ વિસ્તારની હયાત નાની સિંચાઇ યોજનાઓ જેવી કે બલદેવા, પીગુટ અને ભાંગોરીયાના છેવાડાના વિસ્તારમાં નહેરોમાં આ યોજના થકી પાણીનો લાભ આપવાનું તેમજ દોલતપુર બંધારા અને મોખડી બંધારા યોજનાઓમાં પણ પાણી છોડી સિંચાઇનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઇ પાણીને વિસ્તારમાં મળનાર છે તેમાં નાંદોદ ૭૫૦ એકરમાં ઝઘડિયા ૧૨૫૦ એકરમાં, વાલિયા ૬૨૦૦ એકરમાં, નેત્ર્ગ- ૫૫૦૦ એકરમાં, માંગરોલ ૫૦૦૦ એકરમાં કુલ ૧૮,૭૦૦ એકર જમીન લાભ થનાર છે.

 

 

માંગરોળના ૪૪ ગામોને લાભ, દેડિયાપાડાને કોઇ ઔફાયદો નહીં થાય ઃ મહેશ વસાવા

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ છોટુભાઇ વસાવાએ જણાવ્યુ છે કે, કરજણ જળાશય આધારીત મોટીભમરી નેત્રંગ વાડી, કપાટ ઉદ્વવહેન સિંચાઇ યોજના ૪૧૮.૧૩ કરોડ રૃપિયાના ખર્ચે શરૃ થનાર છે એ ઘણી સારી બાબત છે. પરંતુ નેત્રંગથી વાડી સુધીનો જે વિસ્તાર છે. તેમને આ યોજનાથી ફાયદો થનાર છે. આદિવાસીઓને ફાયદો થનાર નથી. આયોજન થકી ખાસ કરીને નાંદોદ તાલુકાના ખેડૂતોને નેત્રંગ તાલુકાના, ઝઘડિયા તાલુકાના ખેડૂતોને આ યોજનાના સિંચાઇનો લાભ આપવો જોઇએ. તેના બદલે માંગરોલ તાલુકાના ૪૦ જેટલા ખાસ કરીને ઉજળીયાત વિસ્તારના ખેડૂતોને વધુ લાભ સરકાર કરી રહી છે.આદિવાસીઓની અવગણના થઇ રહી છે. દેડિયાપાડા તાલુકાના એક પણ ગામડાના ખેડૂતોને આ યોજનાનોલાભ મળનાર નથી.

;