મોટી ઉભરવણ ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝબ્બે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મોટી ઉભરવણ ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝબ્બે

મોટી ઉભરવણ ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝબ્બે

 | 2:30 am IST

દવાઓ સહિત  સવા લાખનો મુદ્દામાલ જપ્ત

ા હાલોલ ા

પાવાગઢ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોકટર અને દવાના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોઇ તેવા ડોક્ટર્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ઉચ્ચ અધિકારીની સુચના ને લઈ પાવાગઢ પોલીસ ને બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે  રહેતા રણજીત સરકાર જીતેન્દ્ર સરકાર નામનો ઇસમ કોઈપણ પ્રકારની એલોપેથિક સારવાર માટેની ડિગ્રી વગર પોતાના મકાનમાં એલોપેથિક દવાઓ રાખી દવાખાનું ચલાવે છે. જે બાતમીના આધારે પાવાગઢ પોલીસ મથક ના  પી.એસ.આઇ આર.જે.જાડેજા તથા તેમની ટીમે  પી.એચ.સી શિવરાજપુર ની ટીમને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો.

જેમાં  રણજીત સરકાર જીતેન્દ્ર સરકાર  મૂળ.રહે.ગાજીપુર ભીલેસ, તા. ગોપાલ નગર નોર્થ ૨૪ પરગનાસ  પશ્ચિમ બંગાળ, હાલ રહે. મોટી ઉભરવણ, તાલુકો હાલોલનાઓ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોઇ તેમજ તેના કબજાનો મકાનમાંથી મેડિકલ ઈન્સ્ટ્્રુમેન્ટ તથા એલોપેથિક દવાઓ

રૂ. ૧૨૬૧૬નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મેડીકલ પ્રેક્ટિસ એકટ મુજબનો ગુનો દાખલ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;