મોડર્ન પેટ્રો.માં પગાર માટે ૩૧ લાખની જામીનગીરીનો હુકમ - Sandesh
  • Home
  • Baroda
  • મોડર્ન પેટ્રો.માં પગાર માટે ૩૧ લાખની જામીનગીરીનો હુકમ

મોડર્ન પેટ્રો.માં પગાર માટે ૩૧ લાખની જામીનગીરીનો હુકમ

 | 3:47 am IST

લેબર કોર્ટમાં ચાલતા કેસમાં ચૂકાદો

અખિલ ગુજરાત જનરલ મઝદૂર સંઘની રજૂઆત

 

ા વડોદરા ા

મોડર્ન પેટ્રોફિલ્સના કામદારોના બાકી નિકળતા પગાર પેટે લેબર કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ હેઠળ કામદારોના બાકી નિકળતા ૨ માસના પગાર માટે કંપનીના રૃ.૩૧ લાખની મશીનરીની જામીનગીરી રજૂ કરવા  કોર્ટે આદેશ આપ્યો હતો.

અખિલ ગુજરાત જનરલ મઝદૂર સંઘની યાદી જણાવે છેકે, કંપનીના કામદારોે બાકી પગાર ચૂકવવા માટે કોર્ટનો આશરો લીધો હતો.જેમાં એવી પણ દાદ માગવામાં આવી હતીકે, કંપની દ્વારા રૃ.૩૧ લાખની મશીનરી અન્ય સ્થળે વગે કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

કોર્ટે જણાવાયું હતુંકે, ૨૦૧૮માં મોડર્ન પેટ્રોફિલ્સને રૃ.૨૦૦ કરોડનું નુકશાન થયું છે. કંપનીની નેટવર્થ પણ નેગેટીવ થઇ છે. એપ્રિલ અને મે માસમાં પણ કંપનીને રૃ.૨૦ કરોડનું નુકશાન થયું છે. કંપનીએ માર્ચ મહિનાનો પગાર ચૂકવ્યો છે. ટૂંક સમયમાં ૨ માસનો બાકીનો રૃ.૩૫ લાખનો પગાર ચૂકવશે.

;