મોદી અને ટ્રમ્પ જામશે જોડી , વાંચો સરખામણી - Sandesh
  • Home
  • World
  • મોદી અને ટ્રમ્પ જામશે જોડી , વાંચો સરખામણી

મોદી અને ટ્રમ્પ જામશે જોડી , વાંચો સરખામણી

 | 9:36 am IST

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સ્વભાવિક જોડીદાર બની રહેશે અને તેમના નેતૃત્વમાં બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી જશે અને વિશ્વ અગાઉ કરતાં વધારે સુરક્ષિત તથા સારું હશે. અમેરિકાની રિપબ્લિક પાર્ટીના વરિષ્ઠ નેતા ન્યૂટ ગિંગરિચે આ મુજબ જણાવ્યું છે.

અમેરિકી પ્રતિનિધિસભાના પૂર્વ સ્પીકર ગિંગરિચે રિપબ્લિકન હિન્દુ કોલિશને યોજેલા મોર્નિંગ બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે ટ્રમ્પ અમેરિકાના પ્રખર રક્ષક બની રહેશે. મોદી પણ ભારતના પ્રખર રક્ષક છે. બંને આ વાતને સારીપેઠે જાણે અને સમજે છે. આથી જ તેઓ તેમના દેશ માટે કાંઈક હાંસલ કરી તેની જાણવણીનો પ્રયાસ કરે છે.

ટ્રમ્પની નજીકના ગણાતા ગિંગરિચે જણાવ્યું હતુંકે ટ્રમ્પ સ્વભાવિક રીતે બધાને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે. મોદી પણ જાણે છે કે લોકોનો સાથે કેવી રીતે લઈ શકાય. બંને જણાં જાણે છે કેવી રીતે વાતચીત કરવી જોઈએ. બંને નેતાઓ રૂમમાં બેસીને વાતચીત કરશે અને વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવશે, ત્યારે લોકો દંગ રહી જશે. આમ મને લાગે છે કે બંને ભારે આત્મવિશ્વાસુ છે. બંનેને એકબીજાનો સાથ પંસદ આવશે.

મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સાથે સંબંધિત સ્થાપિત કરનારા નેતાઓમાં ગિંગરિચનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી શ્રેષ્ઠ નેતા છે. તેઓ ભારતના ઉદ્યોગ સાહસિકો તથા સ્વતંત્ર સાહસિકોને પીઠબળ પૂરું પાડે છે. ગુજરાતમાં તેમની કામગીરી જૂઓ, ખરેખર શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. જૂઓ દિલ્હીમાં તેઓ શું પ્રાપ્ત કરવાના પ્રયાસો કરે છે. તેઓ ઓછામાં ઓછી અમલદારશાહી અને તુમારશાહીનો પ્રયાસ કરી રહ્યાં છે.

ગિંગરિચે વધુમાં જણાવ્યું હતું મોદીની તાજેતરની વોશિંગ્ટન મુલાકાત તથા કોંગ્રેસના સંયુક્ત સત્રના સંબોધનની તેઓ ભારી ઉત્સાહી છે. તેમણે એમ પણ કહ્યું હતુંકે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો ખોટા હાથમાં જવાનું જોખમ છે. આવી સ્થિતિમાં તેની પાસેના શસ્ત્રોને સુરક્ષિત કરવાની જરૂર છે.