મોબાઇલમાંથી નીકળતા રેડિયેશનની અસરથી બચવા કરો આટલું, નહિં તો જીંદગીભર પસ્તાશો - Sandesh
  • Home
  • Lifestyle
  • મોબાઇલમાંથી નીકળતા રેડિયેશનની અસરથી બચવા કરો આટલું, નહિં તો જીંદગીભર પસ્તાશો

મોબાઇલમાંથી નીકળતા રેડિયેશનની અસરથી બચવા કરો આટલું, નહિં તો જીંદગીભર પસ્તાશો

 | 3:01 pm IST

મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ 8 પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે. તેમજ મોબાઈલનો ઉપયોગ પણ છૂટથી કરવા પર રોક મૂકવાની જરૂર નહીં પડે.

1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.

2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટુથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.

3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.

4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.

5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.

7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.

8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”