મોરગર નજીક હિટ એન્ડ રન કેસમાં ભાઈની નજર સામે ભાઈનો જીવ ગયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • મોરગર નજીક હિટ એન્ડ રન કેસમાં ભાઈની નજર સામે ભાઈનો જીવ ગયો

મોરગર નજીક હિટ એન્ડ રન કેસમાં ભાઈની નજર સામે ભાઈનો જીવ ગયો

 | 2:00 am IST
  • Share

ભચાઉ તાલુકાના મોરગરથી બુઢારમોરા તરફના રસ્તા પર યમ બનીને દોડી જઈ રહેલી કાળા કલરની સ્કોર્પિયો કારે રોડની સાઈડમાં ઊભેલા ત્રણ લોકોને હડફેટે લઈ આરોપી વાહન હંકારી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં ભાઈની નજર સામે ભાઈને કાળ ભેટી ગયો હતો. જ્યારે ગાંધીધામ હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતાં ૧૪ વર્ષીય કિશોરને મોત આંબી ગયું હતંુ.
દુધઈ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રવિવારના સાંજના ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. ભચાઉ તાલુકાના મોરગર ગામે ખારી વિસ્તારમાં રહેતા કિશોર લાખા પરમાર (કોલી) અને તેના ભાઈ દિનેશ લાખા પરમાર (કોલી) તથા કાકા તેજા જીવા પરમાર (કોલી) જેઓ ત્રણેય મોરગરથી બુઢારમોરા જતાં રોડ પર ભાણજીના પેટ્રોલ પંપ સામેથી પસાર થતા હતા, ત્યારે રોડ ઉપર યમ બનીને દોડી જતી કાળા કલરની સ્કોર્પિયો કારના ચાલકે ત્રણેયને હડફેટે લઈ આરોપી વાહન હંકારી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની ગોઝારી ઘટનામાં દિનેશને ગંભીર ઈજાઓ થતાં દમ તોડી દીધો હતો. જ્યારે કિશોર અને તેના કાકાને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતની અન્ય એક ઘટના ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પ્રકાશમાં આવી હતી. મૂળ નેપાલ અને હાલે ટિમ્બર કંપનીમાં કામ કરતો ઈમાન કાલે બીકા (ઉ.વ.૧૪) જે ગત રવિવારના રાત્રિના ૧ વાગ્યાના અરસામાં અજવા પાર્કિંગ સમે હાઈવે રોડ પર બાઈક લઈને જતો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને હડફેટે લઈ આરોપી વાહન હંકારી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની ગોઝારી ઘટનામાં ઈમાનને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોત આંબી ગયું હતું. જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નાંેધી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો