મોરબીનાં અનેક વિસ્તારોમાંથી ૪૦૦ ટ્રેકટર ભરી કચરાનો નિકાલ - Sandesh
  • Home
  • Rajkot
  • મોરબીનાં અનેક વિસ્તારોમાંથી ૪૦૦ ટ્રેકટર ભરી કચરાનો નિકાલ

મોરબીનાં અનેક વિસ્તારોમાંથી ૪૦૦ ટ્રેકટર ભરી કચરાનો નિકાલ

 | 12:04 am IST

  • રાજકોટનાં ૬ સુપરવાઈઝર અને ૧૦૦ સફાઈ ઔકામદાર તથા મોરબીનાં સફાઈ કામદારોનું અભિયાન વેગવંતુ  
મોરબી : મોરબીમાં સફાઈ વર્ષોથી ગંભીર પ્રશ્ન છે ત્યારે લાંબા સમય પછી તંત્રએ આળસ મરડીને સફાઈ ઝુંબેશ શરૃ કરી છે. શહેરને ગંદકી મુક્ત કરવા રાજકોટનાં ૬ સુપરવાઈઝર અને ૧પ૦ સફાઈ કામદારોને બોલાવીને મોરબીનાં સફાઈ કામદારો સાથે કામે લગાડયા છે. અત્યાર સુધીમાં શહેરનાં અનેક વિસ્તારોમાંથી ૪૦૦ ટ્રેકટર ભરીને કચરાનો નિકાલ કર્યો છે. મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ છે. અગાઉનું તંત્રના સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થયો છે. ત્યારે આ વખતનું સફાઈ અભિયાન અસરકારક બને તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. આ સફાઈ અભિયાન અંગે ચીફ ઓફિસર પ્રશાંત પરીખે જણાવ્યુ હતુ કે મોરબી પાલીકાનાં હાલ રપ૦ જેટલા કામદારો છે.
શહેરને સફાઈ ઝુંબેશ અંતર્ગત ગંદકી મુક્ત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ૬ સુપરવાઈઝરો, ૩૦ સફાઈ કામદારો તથા કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ૧ર૦ સફાઈ કામદારોને સફાઈ કરવાનાં કામે લગાડયા છે. શહેરની અંદરનાં જે વિસ્તારોમાં ભાગ્યે જ સફાઈ થતી તેવા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.
ખાસ કરીને લાતીપ્લોટ, શોભેશ્વર રોડ, હાઉસીંગ બોર્ડ, ગેંડા સર્કલ, શનાળા – રવાપર – પંચાસર- વાવડી રોફ ઉપર સફાઈ કરીને આશરે ૪૦૦ ટ્રેકટર ભરાય તેટલો કચરાનો નિકાલ કર્યો છે. એકલા લાતીપ્લોટ માંથી ૧૦૦ ટ્રેક્ટર કચરાનો નિકાલ કરાયો હતો. ઉપરાંત સોઓરડી, કાલીકાપ્લોટ, વજેપર, રોટરીનગર સહિતનાં શહેરનાં અંદરનાં વિસ્તારોમાં કે જયાં કદી સફાઈ થઈ ન હોય તેવા આ વિસ્તારોમાં સફાઈ ચાલી રહી છે. શહેર ગંદકી મુક્ત ન થાય ત્યા સુધી સફાઈ ઝુંબેશ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સફાઈનાં અભાવે મોરબીની પેરીસ તરીકે ઓળખમાં ઓટ આવી છે. અને લાંબા સમય પછી આ સફાઈ થઈ રહી છે તે એકદમ સારી બાબત છે.