મોરબીના શિલોન ગ્રેનાઈટોમાં CGSTના દરોડા, રૂ૫યિા ૨૦ લાખની રીકવરી - Sandesh
  • Home
  • Newspaper
  • મોરબીના શિલોન ગ્રેનાઈટોમાં CGSTના દરોડા, રૂ૫યિા ૨૦ લાખની રીકવરી

મોરબીના શિલોન ગ્રેનાઈટોમાં CGSTના દરોડા, રૂ૫યિા ૨૦ લાખની રીકવરી

 | 5:19 am IST
  • Share

  • એકસાઈઝની માફક જ બિલ ડયૂટી ભર્યા વગર સિરામિકનું વેચાણ
  • GST  ચોરી કરતા લોકો સામે આગામી દિવસોમાં ઝૂંબેશ વેગવંતી બનશે

। રાજકોટ । મોરબીના સરતનપર રોડ પર આવેલ શિલોન ગ્રેનાઈટોમાં આજે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની હેડકવાર્ટર પ્રિવેન્ટીવ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૨૦ લાખની ચોરી ઝડપી લઈ સ્થળ પર જ તેની રીકવરી કરી લેવામાં સફળતા મળી હતી.ત્યારે જીએસટીની ચોરી કરતા અમુક યુનિટો સામે આગામી દિવસોમાં ઝુંબેશ વેગવંતી બનાવવામા આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ હેડકવાર્ટરના પ્રિવેન્ટીવ સુપ્રિ.જે.ડી.પરમાર,જી.જે.ઝાલા,કે.કે.શેઠ,નીમીશ બુધ્ધદેવ અને ઈન્સપેકટરોની ટીમ આજે ગુપ્ત રીતે ડેટા એકત્ર કર્યા બાદ મોરબીના સરતનપર રોડ પર આવેલ શિલોન ગ્રેનાઈટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને ફેકટરીમાં સાહિત્યની ચકાસણી કરવામા આવતા ફેકટરીના સંચાલકો દ્વારા અમુક સિરામિક પ્રોડકટ એક ફદીયુ પણ ડયુટી ભર્યા વગર વેચાણ કર્યાનું માલુમ પડતા સીજીએસટીના સ્ટાફ દ્વારા ઓન ધી સ્પોટ જ રૂ.૨૦ લાખની રીકવરી કરી લેવામાં આવી હતી.
જીએસટીમાં પણ એકસાઈઝની માફક ડયુટી ચોરી કરવામા આવી રહી હોય તેથી તેથી હાલ હેડકવાર્ટરની ટીમ દ્વારા તેના પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામા આવ્યું છે અને ડયુટી ચોરીના કેસો ઝડપી તેની રીકવરીને મહત્વતા આપવામા આવી રહી છે.સુત્રોના જણાવ્યા મુજબ હજુંપણ અનેક ટ્રેડ દ્વારા ઈ-વે બીલ જનરેટ કર્યા વગર માલનું વેચાણ બીલ વગર કરવામા આવી રહ્યું છે તેના ડેટા એકત્ર કરવામા આવી રહ્યા છે અને તેના આધારે દરોડાનો દોર આગામી દિવસોમાં શરૂ કરવા તૈયારીઓ કરવામા આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો