મોરબીમાં ટોળાંની બળજબરી , પોલીસ તમાશબિન : વી.સી. ફાટકે ચક્કાજામ - Sandesh
  • Home
  • Rajkot
  • મોરબીમાં ટોળાંની બળજબરી , પોલીસ તમાશબિન : વી.સી. ફાટકે ચક્કાજામ

મોરબીમાં ટોળાંની બળજબરી , પોલીસ તમાશબિન : વી.સી. ફાટકે ચક્કાજામ

 | 1:00 am IST

  • રફાળીયા-જોધપર વચ્ચે રાત્રે ટાયર સળગાવાયા : દલિતોએ સ્વરક્ષણ માટે માંગી રીવોલ્વરની મંજૂરી

મોરબી : મોરબીમાં બંધની અસર નહીવત હોવાથી દલિતોનાં ૪૦૦ લોકોનાં ટોળાં બંધ કરાવવા નિકળ્યા હતા. ટોળાં બળજબરીથી બંધ કરાવતા હોવાથી થોડીવાર માટે બજારો બંધ રહી હતી.  ટોળાંનાં નીકળ્યા બાદ ફરી બજારો ખુલી ગઈ હતી. જો કે ટોળાં બળજબરીથી બંધ કરાવતા હોવા છતા પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.  જિ.પં.ના સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન, તાલુકા, જિ.પં.ના સદસ્યો તથા દલિત સમાજનાં મોટી સંખ્યામાં લોકોએ સેવાસદન ગેઈટથી રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ હતું. ભાજપ સરકાર વિરૃધ્ધ સુત્રોચ્ચાર કરી દલિતોને સ્વ રક્ષણ માટે રીવોલ્વરની મંજૂરી આપવાની માંગ કરી હતી. તેમજ સાથણીની જમીન આપો મેલુ ઉપાડવાનું બંધ કરીને ખેતી કરીએ તેમ જણાવ્યું હતું. ઔઔગુજરાત બંધનાં એલાનમાં મોરબીમાં બંધની અસરો નહીવત હતી. તમામ બજારો, દુકાનો સવારથી જ ખુલી હતી. આથી ૧રઃ૩૦ વાગ્યે ૪૦૦ થી વધુ દલિત સમાજનાં ભાઈઓ-બહેનોનાં ટોળા વીસીફાટકે એકઠા થઈને રપ મિનિટ સુધી ચક્કાજામ કર્યો હતો. બાદમાં દલિતોનાં ટોળા બંધ કરવા નિકળી પડયા હતા. પોલીસનાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં કોઈ અનઈચ્છનીય બનાવ બન્યો ન હતો.

  • પોલીસ સ્ટેન્ડ ટુ  

ગઈકાલથી ત્રણ ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એસઆરપી કંપનીની બે પ્લાટુનનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દલિત વિસ્તારો તથા જાહેર સ્થળોએ સતત પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે. ગઈકાલથી પોલીસ સ્ટેન્ડ ટુ પર છે. આજે ટોળાની સાથે ડિવાયએસપી, પીઆઈ, પાંચ પીએસઆઈ તથા એસઆરપીની પ્લાટુન સાથે હોવાથી ક્યાય પણ કોઈપણ પ્રકારની અનઈચ્છનીય ઘટના બની નથી.

  • સુપરમાર્કેટ બંધ કરાવવા જબરજસ્તી  
બજારો બળજબરીથી બંધ કરાવતું ટોળુ સુપરમાર્કેટે પહોšÈÝæ હતું. સુપરમાર્કેટ ખુલી હોવાથી ટોળાએ બંધ કરાવવા માટે મનમાની ચલાવતા ટોળા અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આથી વાતાવરણ તંગ થઈ ગયુ હતું. જો કે ત્યાં પોલીસ હાજર હોવાથી પોલીસે બંનેને સમજાવીન્Ýí મામલો થાળે પાડયો હતો.