મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓએ સુર સંગીત થકી શ્રાોતાઓને ડોલાવ્યા - Sandesh
  • Home
  • Jamnagar
  • મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓએ સુર સંગીત થકી શ્રાોતાઓને ડોલાવ્યા

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓએ સુર સંગીત થકી શ્રાોતાઓને ડોલાવ્યા

 | 12:17 am IST

  • જાતે બનાવેલા વાદ્યવૃંદ ઓરકેસ્ટા પાર્ટીનો પ્રારંભ
  • લગ્ન પ્રસંગોમાં જઈ કલાના કામણ પાથરી સ્વનિર્ભર બનશે
    મોરબી : કહેવાય છે કે કુદરત માનવી પાસેથી એક શક્તિ છીનવી લે તો બીજી એવી શક્તિ આપી દે છે કે એ શક્તિવિહીન વ્યક્તિ સામાન્ય માણસ કરતા પણ ચડીયાતો પુરવાર થાય છે. આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલા અંધજન સંસ્થાના દ્રષ્ટિવિહીન લોકોએ કુદરતની આ શક્તિને પિછાણીને જાતે કલાને ઓળખી ઓરકેસ્ટા પાર્ટી બનાવી છે. પોતાનામાં રહેલી સુર સંગીતની કલાને લોકો બિરદાવે તથા એના થકી રોજગારી મેળવી શકાય તે માટે આ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃદ ઓરકેસ્ટા પાર્ટીનો શુભારંભ કર્યો હતો.
    મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુઓના પુનવર્સન કેન્દ્રમાં હાલ ૧૩પ અંધ ભાઈ-બહેનો આશ્રાય મેળવી રહ્યા છે. આ અંધજન સંસ્થાના નેત્રહિનોએ જાતે સ્વનિર્ભર બનાવવાનો હકારાત્મક પ્રયાસ કર્યો છે. પ્રજ્ઞાચક્ષુઓમાં કુદરતે બક્ષેલી શક્તિઓને લોકો ઓળખી-બિરદાવી તથા તેમની આ કલાના માધ્યમથી સ્વરોજગારી પ્રાપ્ત થાય એવા હેતુસર અંધજન હાતીમ રંગવાલાના માર્ગદર્શન હેઠળ ૧૪ નેત્રહિનોએ ઓરકેસ્ટા બેન્ડ બનાવ્યુ છે. જેમાં ૧૪ પ્રજ્ઞાચક્ષુઓનું ગૃપ બેન્ડ, ઓર્ગન, ડ્રમ કુશળતાપુર્વક વગાડી ગાયકીના અદભુત સુર રેલાવે છે. ગઈકાલે આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃદ નામની ઓરકેસ્ટા પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ જે.પી.જેસવાણી, અનિલભાઈ મહેતા, ગામના સરપંચ બાલકૃષ્ણ વિરસોડીયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જોકે સુર સંગીતની કલા સાધનામાં નિપુણ હોય તેમ પ્રજ્ઞાચક્ષુઓએ કર્ણપ્રિય સુર સાથે અદભુત સંગીતની સુરાવલી છેડતા શ્રાોતાઓ રીતસર ડોલી ઉઠયા હતા. અને પ્રજ્ઞાચક્ષુઓએ લગ્નગીત અને દાંડીયારસની રમઝડ બોલાવી હતી. બાદમાં ખેલ મહાકુંભમાં ઉજ્જવળ દેખાવ કરનાર ૧પ અંધજનોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. હવે લગ્ન સહિતના સારા ઓરકેસ્ટા પાર્ટીની ધુમ મચાવીને સ્વનિર્ભર બનશે. આ માટે લોકોને મદદરૂપ બનવાની અપીલ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન