મોરબીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને ડમી મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા - Sandesh
  • Home
  • Morbi
  • મોરબીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને ડમી મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા

મોરબીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને ડમી મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા

 | 1:08 am IST

  • ૩ વોર્ડની ૬ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
  • વોર્ડ નં.૧ની પેટાચુંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખે ઝંપલાવ્યુ
    મોરબી : મોરબી નગરપાલિકાની ૩ વોર્ડની ૬ બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર થશે. કારણ કે, આ પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો તથા ડમી મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા છે. જ્યારે વોર્ડ નં.૧ની પેટા ચુંટણીમાં ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખે ઝંપલાવતા આ પેટાચુંટણી ભારે રસાકસીભરી બની રહેવાની સંભાવના છે. મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૧ની બે સીટ, વોર્ડ નં.૩ની એક સીટ અને વોર્ડ નં.૬ની ત્રણ સીટો મળીને કુલ છ સીટોની આગામી તા.રપ સપ્ટેમ્બરે પેટા ચુંટણી યોજાનાર છે. ત્યારે આ છ બેઠકોની પેટા ચુંટણીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. છ બેઠકોની પેટા ચુંટણી માટે કુલ ૩ર ફોર્મ ઉપડયા હતા. અને આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને આ બંને ડમી ઉમેદવારો મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા છે. જેમાં વોર્ડ નં.૧માં ભાજપ તરફથી પ્રભુભાઈ અમરશીભાઈ ભુત, સંગીતાબેન હરીશભાઈ બુચ, વોર્ડ નં.૩માં પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી, વોર્ડ નં.૬માં સુરભીબેન મનીષભાઈ ંભોજાણી, હનીફભાઈ હશૈનભાઈ મોવર અને મીનાબેન અનીલભાઈ હડીયલે દાવેદારી નોંધાવી છે.
    જ્યારે કોંગ્રેસ તરફથી વોર્ડ નં.૧માં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ મનજીભાઈ કાવર, મીનાબેન જીજ્ઞોશભાઈ જાકાસણીયા અને વોર્ડ નં.૩માં કૈલાશબા રાજેન્દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૬માં જયદિપભાઈ મોરારજીભાઈ કંઝારીયા, ગુણવંતીબેન મનસુખભાઈ પરમાર, ભાવનાબેન રમેશભાઈ સારલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે ૭ ડમી ફોર્મ ભરાયા છે. જેમાં કોંગ્રેસના ર અને ભાજપ તરફથી પ ડમી ફોર્મ ભરાયા છે. અને ઉમેદવારી ફોર્મની તા.૧ર ના રોજ ચકાસણી થશે. અને અને ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તા.૧૪ છે.