મોરબીમાં મંજૂરી વગરનાં ખાનગી મેળાને બંધ કરવા પોલીસને આદેશ - Sandesh
  • Home
  • Rajkot
  • મોરબીમાં મંજૂરી વગરનાં ખાનગી મેળાને બંધ કરવા પોલીસને આદેશ

મોરબીમાં મંજૂરી વગરનાં ખાનગી મેળાને બંધ કરવા પોલીસને આદેશ

 | 11:57 pm IST

  • લાયસન્સની પ્રક્રીયા ચાલુ હોય મંજુરી વગર મેળો ચાલુ થતા મામલતદારે આપ્યો આદેશ
મોરબી : મોરબીનાં બાયપાસ પાસે આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં ખાનગી મેળો તંત્રની પરવાનગી વગર ચાલુ કરી દેવાયો હોવાનું ધ્યાને આવતા મામલતદારે આ મંજુર વગરનાં મેળાને બંધ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે. મોરબીનાં માળીયા બાયપાસ આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં ન્યુ રોયલ ઉત્સવ મેળો ર૦૧૬નુ આયોજન કરવા માટે મેળાનાં આયોજકોએ મેળાની પરવાનગી માટે લાયસન્સ આપવા ગત તા.૧૬ ના રોજ વહીવટી તંત્રને અરજી કરી હતી. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજી સુધી મેળાને મંજુરીનું લાયસન્સ આપવામાં આવ્યુ ન હતું. તેમ છતા મંજુરી વગર જ મેળાના આયોજકોએ મેળો ચાલુ કરી દીધો હતો. આ બાબત અંગે રજુઆત થવાથી મામલતદાર બાટીએ એ.ડિવીજન પોલીસને લેખીતમાં આદેશ આપતા જણાવ્યુ હતુ કે ન્યુ રોયલ ઉત્સવ મેળામા લાયસન્સ માટે અરજી થઈ છે. પરંતુ હંગામી ધોરણે મનોરંજન લાયસન્સ આપવાની પ્રક્રીયા ચાલુ હોવાથી હજી સુધી મંજુરી અપાઈ ન હોવાથી મેળાને બંધ કરવા અને જયા સુધી લાયસન્સ ન આપવામા ત્યા સુધી મેળો બંધ રાખવાનો હુકમ ફરમાવ્યો છે.