મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાના ચેનની ચીલ ઝડપ - Sandesh
 • Home
 • Morbi
 • મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાના ચેનની ચીલ ઝડપ

મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાના ચેનની ચીલ ઝડપ

 | 12:15 am IST

 • પોલીસે ગણતરીના કલાકમાં જ બંને આરોપીને ઝડપી લીધા
 • બન્ને શખ્સોનો ગુનાહીત ઈતિહાસ હોવાનું સામે આવ્યું
  મોરબી : મોરબીના શનાળા રોડ પરના જીઆઈડીસી મેઈન રોડ ઉપર રીનાબેન તુલશીભાઈ ઘરસંડીયા (ઉ.વ.૪૮ રહે પોરબંદર કમલાબાગ પાસે બંસુધરા કોમ્પલેક્ષ બ્લોક નં ર૧ર)તેમના સ્નેહી ચંદ્રિકાબેન સાથે ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે જીજે ૩ આરઆર પ૮૦૩ નંબરના બાઈક પર આવેલા બે શખ્સોમાંથી એક શખ્સે રીનાબેનના ગળામાં પહેરેલો સોનાનો ચેન આશરે દોઢ કિલો કિંમત રૂ.૩પ૦૦૦ બળપુર્વક આચકીને ફરાર થઈ ગયો હતો.
  આ બનાવ અંગે રીનાબેને એ ડિવીજનમાં ફરીયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ અર્ચના રાવલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈને નજીકની દુકાન પાસેના સીસીટીવી ફુટેજના આધારે બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે. અને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે મહિલાના ગાળામાંથી ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી કમલેશ બાબુભાઈ કુંઢીયા (ઉ.વ.ર૪ રહે કુળદેવી પાન પાછળ મફતીયાપરા મોરબી-ર), પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (ઉ.વ.ર૦ રહે શક્ત શનાળા મુરલીધર હોટલ પાછળ મોરબી)ને ચોરાઉ ચેન તથા બાઈક સાથે ઝડપી લીધા હતા.
  આ બંને શખ્સોની પોલીસે પુછપરછ કરતા બંનેનો ગુનાહીત ઈતિહાસ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં આરોપી કમલેશ કુંઢીયા અગાઉ સુપર ટોકીઝ પાસે એસ.ટી.ડ્રાઈવર પર છરીથી હુમલો કરવાના ગુનામાં પકડાયો તથા દારૂ પીવાના ગુનામાં અને દાઉદી પ્લોટ વિસ્તારમાં છરી મારવાના ગુનમાં પકડાયો હોવાનું ખુલ્યુ છે.
  જ્યારે બીજો આરોપી પપ્પીભાઈ વિકાણી જામનગર બી ડિવીજન વિસ્તારમાં મારામારીના ગુનામાં તથા મોરબી એ ડિવીજનમાં દારૂ પીવાના ગુનામાં પકડાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.