મોરબીમાં સિરામિક ટાઇલ્સની માગમાં ૩૦ ટકા, એક્સ્પોર્ટમાં ૫૦ ટકાનું ગાબડું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Morbi
  • મોરબીમાં સિરામિક ટાઇલ્સની માગમાં ૩૦ ટકા, એક્સ્પોર્ટમાં ૫૦ ટકાનું ગાબડું

મોરબીમાં સિરામિક ટાઇલ્સની માગમાં ૩૦ ટકા, એક્સ્પોર્ટમાં ૫૦ ટકાનું ગાબડું

 | 1:28 am IST
  • Share

સિરામીક ક્લસ્ટર મોરબીને ગંભીર અને સહન ન કરી શકાય તેવી પાસ્ટ કોવિડ ઇફ્ેક્ટ પડી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દેશમાં સ્થાનિક માંગમાં ઓચિંતો ઘટાડો આવતા ડોમેસ્ટિક માર્કેટને ૩૦ ટકા ફ્ટકો પડયો છે, તો ફોરેન એક્સપોર્ટ ઘટીને ૫૦ ટકા થતા ચાલુ નાણાકીય વર્ષમાં એક્સપોર્ટનો આંકડો ૮૦૦૦ કરોડ સુધી જ સિમિત રહેવાની શક્યતા જોવાઈ રહી છે.

કોરોના મહામારીને પગલે વિશ્વભરમાં ભારતના મુખ્ય હરીફ્ એવા ચીનનો બહિષ્કાર થતા કપરા સંજોગોમાં પણ સ્થાનિક તેમજ વિદેશમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ડોમેસ્ટિક માર્કેટ ૪૮ હજાર કરોડને પાર કરી ગયું હતું. એ જ રીતે વિદેશમાં પણ મેક ઈન મોરબી સિરામિક પ્રોડ્કટની બોલબાલા સાથે સિરામિક ક્લસ્ટર મોરબીનુ એક્સપોર્ટ ૧૫ હજાર કરોડને પાર કરી ગયું હતું.

કોરોના મહામારી બાદ એક્સપોર્ટ કરવામાં કન્ટેનર ભાડામાં તોતિંગ ઉછાળો આવતા મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવું ગંભીર ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા ત્રણ માસથી ફેરેન એક્સપોર્ટમાં દર મહિને દસ ટકા જેટલો ઉતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે, હાલમાં કન્ટેનર ભાડા વધતા એક્સપોર્ટ ઘટીને ૫૦ ટકાએ પહોંચી ગયું છે. એ જ રીતે ડોમેસ્ટિક માર્કેટમાં પણ હાલમાં ટાઇલ્સની કોઈ ડિમાન્ડ ન હોવાથી સ્થાનિક વેચાણમાં ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળતા સિરામીક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

મોરબી સિરામિક એસોશિએશન દ્વારા નેનો, ડબલ ચાર્જ સહિતની ટાઇલ્સનું પ્રોડક્શન સ્વૈચ્છીક રીતે બંધ કરવાની સાથે વિટ્રિફઇડ ટાઈલ્સના ભાવમાં વધારો કરવા નિર્ણય કર્યો છે તેવા સમયે જ ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઘટવાની સાથે વિદેશી વ્યાપારમાં પણ અસર પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન