મોરબીમાં સિરામીક સિટીમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મોરબીમાં સિરામીક સિટીમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું

મોરબીમાં સિરામીક સિટીમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું

 | 5:29 am IST
  • Share

  • ડમી ગ્રાહક મોકલીને અનૈતિક ધામ પર કાર્યવાહી
  • છોકરીઓ બોલાવી આપતા સંચાલકોની અટકાયત

। મોરબી । મોરબી શહેરમાં સ્પાની આડમાં ચાલતા છાનગપતિયા ઉપર પોલીસે કરેલી કાર્યવાહી બાદ અહીંના સિરામીક સિટીના ફ્લેટમાં મહિલા અને પુરુષ દ્વારા બહારથી છોકરીઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે ડમી ગ્રાહક મોકલી ગોરખધંધાનો પર્દાફશ કરી કૂટણખાના સંચાલક મહિલા અને પુરુષને ગિરફ્તમાં લઈ રૂ.૫૨ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
એસઓજી ટીમને સિરામીક સિટીના ફ્લેટમાં બહારથી છોકરીઓ બોલાવી રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા, રહે- એપાર્ટમેન્ટ નં – ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા તથા જયશ્રાીબેન ચંદુભાઇ ચાવડા, ઉવ-૩૬ રહે- એપાર્ટમેન્ટ નં-ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ડમી ગ્રાહક મોકલી આ ગોરખધંધાનો પર્દાફશ કર્યો હતો.
આ મામલે એસઓજી હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ સગરામભાઈ મોરીએ બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફ્ીક પ્રિવેન્શ૮ન એકટ મુજબ ગુન્હોનોંધાવ્યો છે. પોલીસે કૂટણખાનાના સંચાલકોના કબ્જામાંથી રોકડ રૂ.૩૯ હજાર, મોબાઇલ નંગ-૩ કી.રૂ.૧૩૦૦૦, મળી કુલ રૂ. ૫૨હજારનો મુદામાલ કબ્જે કર્યો છે અને બનાવ અંગે બી.ડિવિઝન પીઆઇ વી. એલ.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો