મોરબીમાં ૫.૪૩ કરોડના ખર્ચે નવું અદ્યતન બસ સ્ટેન્ડ બનશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Morbi
  • મોરબીમાં ૫.૪૩ કરોડના ખર્ચે નવું અદ્યતન બસ સ્ટેન્ડ બનશે

મોરબીમાં ૫.૪૩ કરોડના ખર્ચે નવું અદ્યતન બસ સ્ટેન્ડ બનશે

 | 1:28 am IST
  • Share

મોરબીનું નવુ બસ સ્ટેન્ડ હવે આગામી સમયમાં અદ્યતન  સુવિધાઓ સાથે નવા રંગ-રૃપમાં જોવા મળશે. સરકારે મંજૂરી આપ્યા બાદ હવે રૃ.૫. ૪૩ કરોડના ખર્ચે  નવા બસ સ્ટેન્ડનું નવ નિર્માણનો તખ્તો તૈયાર કરાયો છે. હાલ જર્જરિત નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડી નવેસરથી બે માળના બિલ્ડીંગને બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. નવા બસ સ્ટેન્ડમાં ૧૫ પ્લેટફેર્મ, ૨૫ શોપ, મુસાફ્રો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, કેન્ટિન સહિતની મોટાભાગની સુવિધાઓ હશે.

મોરબીનું નવું બસ સ્ટેન્ડ ઘણા સમયથી જર્જરિત હોવાથી જોખમી બની ગયું હતું. આથી અગાઉ રાજ્ય સરકારે મોરબીના નવા બસ સ્ટેન્ડને નવેસરથી નવું બનાવવાની જાહેરાત કરી હતી અને નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી હતી. આથી થોડા સમય પહેલા આ નવા બસ સ્ટેન્ડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને હવે નવું બસ બસ સ્ટેન્ડ બનાવવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે.જેમાં બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું છે. આ નવું બસ સ્ટેન્ડ નવી ડિઝાઇનમાં બે માળનું બિલ્ડીંગ બનશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો