મોરબીવાસીઓ 10 ટન  સાટા, 6 ટન જલેબી, 4 ટન ચોળાફળી આરોગી જશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મોરબીવાસીઓ 10 ટન  સાટા, 6 ટન જલેબી, 4 ટન ચોળાફળી આરોગી જશે

મોરબીવાસીઓ 10 ટન  સાટા, 6 ટન જલેબી, 4 ટન ચોળાફળી આરોગી જશે

 | 3:57 am IST
  • Share

મીઠાઈ-ફરસાણ ખાઈને લોકો દશેરાની ઉજવણી કરશે

 આ વખતે મીઠાઈ ફ્રસાણમાં ભાવવધારો થયો નથી. આથી હાલના રાબેતા મુજબ ભાવ પ્રમાણે મીઠાઈ પ્રતિ કિલો રૃ.280 થી ૧ હજાર રૃપિયાના ભાવે મળશે

 

મોરબીમાં દશેરાએ મીઠાઈ-ફરસાણમાં ભાવવધારો નહીં થતા રાહત

મોરબીમાં નવરાત્રી મહોત્સવ પૂર્ણાહુતિની સાથેસાથે અસત્ય ઉપર સત્યના વિજય તરીકે ઉજવતા વિજયા દશમી પૂર્વની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી રાહત એ છે કે દશેરાએ તમામ વર્ગના લોકો ઉજવણી રૃપે મીઠાઈ અને ફ્રસાણ આરોગતા હોય પણ આ વખતે મીઠાઈ અને ફ્રસાણમાં ભાવવધારો ન થતા લોકોને આ વખતે દશેરાની ઉજવણીમાં મોંઘવારીનો ઓછો માર પડશે.

મોરબીમાં દશેરાની નિમિતે મીઠાઈ અને ફ્રસાણની દુકાનો ધમધમી ઉઠી છે અને બજારોમાં મીઠાઈ તથા ફ્રસાણની ખરીદી થઈ રહી છે. શુક્રવારે ખીરીદી નીકળે એવી વેપારીઓને આશા છે. જો કે આ વખતે મીઠાઈ ફ્રસાણમાં ભાવવધારો થયો નથી. આથી હાલના રાબેતા મુજબ ભાવ પ્રમાણે મીઠાઈ પ્રતિ કિલો રૃ.280 થી ૧ હજાર રૃપિયાના ભાવે મળશે અને ફ્રસાણ પ્રતિ કિલો રૃ.140 થી 250 રૃપિયાના ભાવે મળશે. જ્યારે વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલમાં ભાવ વધ્યા છે.પણ વેપારીઓએ દશેરામાં ભાવો ઔવધાર્યા નથી. કદાચ દિવાળીએ ભાવવધારો થવાની શકયતા છે. આ દશેરાએ મોરબીવાસીઓ આશરે 10 ટન સાટા ૬ ટન જલેબી અને ૪ ટન  ચોરાફ્રી આરોગી જશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો