મોરબી : સિંચાઈ કૌભાંડઃધારાસભ્યને ૪ દિવસના વચગાળાના જામીન મળ્યા - Sandesh
 • Home
 • Jamnagar
 • મોરબી : સિંચાઈ કૌભાંડઃધારાસભ્યને ૪ દિવસના વચગાળાના જામીન મળ્યા

મોરબી : સિંચાઈ કૌભાંડઃધારાસભ્યને ૪ દિવસના વચગાળાના જામીન મળ્યા

 | 12:28 am IST

 • મંડળીના આગેવાનની જામીન અરજી કોર્ટે ફગાવી
 • આરોપી મંડળીના આગેવાનને જેલમાં જ રહેવુ પડશે
  હળવદ : મોરબી જીલ્લામાં ચકચારી સિંચાઈ કોભાંડમાં ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફઈલ થયા બાદ ધારાસભ્ય સહિતના બાકી બે આરોપી સામે પણ ચાર્જશીટ ફઈલ થઇ છે જે દરમિયાન એક આરોપીએ જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફ્ગાવી દીધી છે.જયારે ધારાસભ્યને કલેકટર સાથે અગત્યની બેઠક યોજવા ચાર દિવસના જામીન મળ્યા છે.
  હળવદ સિંચાઈ કોભાંડમાં રાજ્ય સરકારની ટીમો બાદ મોરબી એ ડીવીઝન અને ડીવાયએસપી ટીમે કરેલી તપાસમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, રાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ એમ ચારને ઝડપી લીધા બાદ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ ભરત ગણેશીયા મારફ્ત લાખોની લાંચ લીધી હોવાના ખુલાસાને પગલે પોલીસે ધારાસભ્ય અને મળતિયા વકીલની અટકાયત કરી હતી જે સિંચાઈ કોભાંડમાં પોલીસે નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી
  તાજેતરમાં વેગડ્વાવ મજુર સહકારી મંડળીના ગણપતભાઈ રાઠોડે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી કોર્ટે ફ્ગાવી દેતા આરોપીને જેલમાં જ રહેવું પડશે.
  મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમા છેલ્લા ત્રણ માસથી જેલમાં રહેલા ધારાસભ્ય સાબરીયાને અંતે વચગાળાના ચાર દિવસના જામીન મળ્યા છે. સાબરીયાને કલેકટર સાથે અગત્યની બેઠક હોય તે કારણોસર જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડના આરોપી ધારાસભ્ય પરસોતમ સાબરીયા છેલ્લા ૩ માસથી જેલમાં બંધ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન