મોરવા (હ)ના રૃા.૧.૨૮ કરોડમાં બનનાર બસ સ્ટેન્ડનું ભૂમિ પૂજન - Sandesh
  • Home
  • Newspaper
  • મોરવા (હ)ના રૃા.૧.૨૮ કરોડમાં બનનાર બસ સ્ટેન્ડનું ભૂમિ પૂજન

મોરવા (હ)ના રૃા.૧.૨૮ કરોડમાં બનનાર બસ સ્ટેન્ડનું ભૂમિ પૂજન

 | 2:45 am IST

પીએમની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ

નવા બસસ્ટેન્ડ પર યાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ કરાશે

। ગોધરા ।

પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકા મથકે બનનારા નવિન એસ.ટી. બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિથી અમલી બનાવેલી પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.

મંત્રી જયદ્રથસિંહ પરમારે નવિન બસ સ્ટેન્ડથી વિદ્યાર્થીઓના રાહતદરના પાસ, ટિકિટ રિઝર્વેશન, માલસામાનના પાર્સલ મોકલવા અને મેળવવા સહિતની ઉભી થનારી યાત્રી સુવિધાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે મોરવાના આંગણે આજે આનંદનો અવસર છે. તેમણે આ પછાત જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલી સુવિધાઓથી તાલુકાના થયેલા વિકાસની વિગતો પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન