મોહન રિજન્સીની ડેવલપમેન્ટ પરમિશન પાછી ખેંચવા પર સ્ટે - Sandesh
  • Home
  • Mumbai
  • મોહન રિજન્સીની ડેવલપમેન્ટ પરમિશન પાછી ખેંચવા પર સ્ટે

મોહન રિજન્સીની ડેવલપમેન્ટ પરમિશન પાછી ખેંચવા પર સ્ટે

 | 3:15 am IST

મુંબઇ, તા.૨૧  

બોમ્બે હાઇકોર્ટે કલ્યાણ-ડોંબિવલી પાલિકા(કેડીએમસી)એ ૨૦૦૨માં મોહન રીજેન્સી રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સને આપેલી ડેવલપમેન્ટ પરમિશન પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો, જેના પર મંગળવારે અદાલતે સ્ટે મૂક્યો હતો.  

ન્યાયાધીશ એસ.એસ.કેમકર અને એમ.એસ.ર્કાિણકની ખંડપીઠે મહાદેવ હોમ્સ દ્વારા કરવામાં આવેલી અરજીની તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી. પાલિકાના કમિશનરે આ બાંધકામને ગેરકાનૂની ગણાવ્યું હતું, તેની સામે અરજદારે દલીલ કરી હતી કે પાલિકાએ આ નિર્ણય ડેવલપરની કોઇ પણ રજૂઆત સાંભળ્યા વગર લીધો હતો. જોકે કેડીએમસીએ આરટીઆઇ એક્ટિવિસ્ટે આ લેન્ડમાર્ક કન્સ્ટ્રક્શન સામે કરેલી ફરિયાદ ધ્યાનમાં લઇને આ પગલું ભર્યુ હતું. એકિટવીસ્ટના જણાવવા મુજબ ૧૯૯૫માં અર્બન લેન્ડ સીલીંગ એક્ટનું ઉલ્લંઘન કરીને આ જમીન તેના માલિક કે. જે. રાજકોટવાલા પાસેથી લીધી હતી. લેન્ડમાર્ક કન્સ્ટ્રક્શન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી કે જમીન માલિકના કાયદેસરના વારસદારોને આ બિલ્ડિંગમાં ફ્લેટ આપવામાં આવ્યા છે. તેમ છતાં જમીન માલિકનું ૨૦૧૨માં મૃત્યુ થયું ત્યારબાદ તેના એક વારસદારે જમીન પર માલિકીનો દાવો કર્યો હતો.