મ્યુઝિયમમાં ૨૦૧૧ થી રૃા. એક ફી લેવામાં આવે છે - Sandesh
  • Home
  • Baroda
  • મ્યુઝિયમમાં ૨૦૧૧ થી રૃા. એક ફી લેવામાં આવે છે

મ્યુઝિયમમાં ૨૦૧૧ થી રૃા. એક ફી લેવામાં આવે છે

 | 3:16 am IST

૮ વર્ષમાં ૭૧૪૮૮ વ્યક્તિઓએ છોટાઉદેપુરનું મ્યુઝિયમ જોયું

શાળાના વિદ્યાર્થીઓ પાસે મ્યુઝિયમ જોવાની ફી લેવાતી નથી

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુર જુના દીવાલ બંગલા પાસે છેલ્લા પંદર વર્ષથી આદિવાસી સંસ્કૃતિને આવરી લેતું લાખો રૃપિયાના ખર્ચે એક વિશાળ મ્યુઝિયમ બનાવ્યું છે. એમાં આદિવાસીઓ પોતાનું જીવન કેવી રીતે જીવે છે એના ઉપર આધારિત વિવિધ તસ્વીરો મુકાઇ છે. આ મ્યુઝિયમ જોવા છેલ્લા આઠ વર્ષમાં માત્ર ૭૧૪૮૮ વ્યક્તિઓ જ આવી છે.

આદિવાસી મ્યુઝિયમને બને અંદાજે ૧૫ વર્ષ જેવો સમય ગયો આ મ્યુઝિયમ પહેલા મફત જોવા દેતા હતા. પરંતુ સને ૨૦૧૧ થી એની વ્યક્તિગત ફી રૃા. ૧ લેવામાં આવે છે. આ મ્યુઝિયમ ચાલુ થયું ત્યારથી એને જોવા કુલ કેટલી વ્યક્તિઓ આવી એના આંકડા મ્યુઝિયમ પાસે નથી પરંતુ જ્યારથી રૃા. ૧ લેવાનું શરૃ કર્યુ ત્યારથી સને ૨૦૧૧ થી સને ૨૦૧૮ ઓક્ટોબર સુધીમાં કુલ ૭૧૪૮૮ વ્યક્તિઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી હોવાની મ્યુઝિયમના રેકોર્ડ ઉપરથી જોવા મળ્યુ હતું.

મ્યુઝિયમમાં જુદી જુદી જે પ્રતિમા બનાવી છે તેની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થળ ઉપર જઇને દરેક વસ્તુને જોતા ચિત્રો આબેહુબ લાગે છે મ્યુઝિયમમાં પહેરવેશથી માંડી ઘરની અંદર કેવી વસ્તુઓ રાખવામાં આવે છે તેના પણ ચિત્રો બનાવ્યા છે જે જોવા જેવા છે.વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મ્યુઝિયમ જોવા દેવામાં આવે છે પરંતુ શાળાના વિદ્યાર્થીઓએ આ મ્યુઝિયમ જોયુ નથી. મ્યુઝિયમમાં ફેરફાર કરવાના હોય તો તંત્રએ ધ્યાન આપવું જોઈએ.

;