મ્યુનિ. શહેરના 16.50 લાખ લોકોને 33 લાખ ડસ્ટબિનનું વિતરણ કરશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • મ્યુનિ. શહેરના 16.50 લાખ લોકોને 33 લાખ ડસ્ટબિનનું વિતરણ કરશે

મ્યુનિ. શહેરના 16.50 લાખ લોકોને 33 લાખ ડસ્ટબિનનું વિતરણ કરશે

 | 4:18 am IST
  • Share

  • તંત્રની અણઆવડતને કારણે 2016ની યોજના નિષ્ફળ નીવડી હતી

  • સૂકાભીના કચરાની યોજના રાજકીય પણ જૂની બોટલમાં નવા દારૂ જેવો ઘાટ

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા 16 લાખ 50 હજાર રહેણાંકોને ભીના અને સૂકા કચરા માટે બે ડસ્ટબિન એટલે કે, કુલ 33 લાખ ડસ્ટબિન મફત આપવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે અને એ સાથે એવો દાવો પણ કર્યો છે કે મફત ડસ્ટબિન વિતરણની આ યોજનાથી શહેરીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવશે. બીજી તરફ લોકો કહી રહ્યા છે કે, જૂની બોટલમાં ન્ાવો દારૂની જેમ મ્યુનિ. શાસકો નિષ્ફળ નીવડેલી યોજનાઓના નવા નામે પુનઃજાહેર કરીને  ગુણગાન ગાઈ રહ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે આ નિર્ણય કર્યો હતોપરંતુ આ નિર્ણય ભારે ભેદભરમવાળો એટલે કે, આ 16 લાખ 50 હજાર રહેણાંકના માલિક કે ભાડુઆતે મ્યુનિ. ટેક્સ ભર્યો હશે તેને જ આપવામાં આવશે કે કેમ ? કેમ કે, મ્યુનિ. શાસકોએ અગાઉ આવી યોજના ઘડી હતી જેમાં મ્યુનિ. ટેક્સ ભરનાર રહેણાંક માલિકને જ ડસ્ટબિન આપવાની જાહેરાત કરાઈ હતી. વામાં આવી હતી. આ ભરમનો પર્દાફાશ કરતા મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન હિતેશ બારોટે પત્રકારોને એમ જણાવ્યું કે, મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ ભર્યો હોય કે ન ભર્યો હોય તેવી કોઈ બાબત આ મફત ડસ્ટબિન સાથે જોડાઈ નથી. માત્ર સ્વચ્છતા માટે જનજાગૃતિ લાવવા આ નિર્ણય કરાયો છે. જો કે, 33 લાખ ડસ્ટબીનનો આ ખર્ચ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી પર લાદવામાં આવ્યો નથી. પરંતુ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અન્વયે મ્યુનિ. કોર્પોરેશનને મળતી ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર છે,

અમદાવાદના  મેયર કિરીટ પરમારે આજે ચોંકાવનારી માહિતી રજૂ કરતા જણાવ્યું કેઆસપાસના ગામડાઓ અને કસબાઓમાંથી અંદાજે 25 લાખ લોકો અમદાવાદમાં ફરવા, ધંધારોજગાર કે વેપાર કરવા માટે આવે છે તેમને કારણે પણ કચરાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં રોજ 45 લાખ મેટ્રિક ટન કચરાનો જમાવડો થાય છે જેમાંથી પાંચ હજાર ટનનો નિકાલ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો