કોણે કરી ટેલિફોનની શોધ? - Sandesh
  • Home
  • Kids Corner
  • કોણે કરી ટેલિફોનની શોધ?

કોણે કરી ટેલિફોનની શોધ?

 | 12:08 am IST

ઈલેક્ટ્રિક ટેલિફોનની શોધ કોણે કરી તે વર્ષોથી વિવાદસ્પદ મુદ્દો રહ્યો છે. તેમાં અનેક સંશોધકોના નામ ચર્ચાતાં રહ્યાં છે. જેવા કે ચાર્લ્સ બોર્સ્યુલ, ઈનોસેન્ઝો મન્ઝેટ્ટી, એન્ટોનિયો મ્યુક્કી, જોહાન ફિલીપ રીસ, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા ગ્રે વગેરે અનેક દાવેદાર છે. જો કે વોકલ અને ધ્વનિ પ્રસારિત કરવા માટેના સાધનની શોધમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું નામ મોખરે આવે છે. પહેલાના ટેલિફોન ટેકનિકલી રીતે અલગ હતા. પ્રારંભમાં કેટલાક પ્રવાહી ટ્રાન્સમીટરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ટૂંક સમયમાં જ બંધ થઈ ગયા હતા. ત્યારબાદ ટેલિફોનમાં કાર્બન ટ્રાન્સમીટરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ટેલિફોન સ્થાનિક રીતે સંચાલિત હતા, જેમાં ગતિશીલ ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીને અથવા કોઈ સ્થાનિક બેટરીથી ટ્રાન્સમીટરને પાવર આપવામાં આવતો હતો.