યાર્નના ભાવમાં ત્રણ મહિનામાં જોવા મળેલો 20 ટકા ઉછાળો - Sandesh
  • Home
  • Business
  • યાર્નના ભાવમાં ત્રણ મહિનામાં જોવા મળેલો 20 ટકા ઉછાળો

યાર્નના ભાવમાં ત્રણ મહિનામાં જોવા મળેલો 20 ટકા ઉછાળો

 | 4:25 am IST
  • Share

  કોટન યાર્નના ભાવમાં સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં લગભગ 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેણે સ્પિનિંગ ઉદ્યોગને મોટી રાહત આપી છે. યાર્ન બનાવવા માટે મહત્ત્વના રોમટિરિયલ કોટનની સમકક્ષ જ યાર્નના ભાવમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે એમ વર્તુળો જણાવે છે. અગ્રણી ટેક્સ્ટાઇલકંપનીના સીઈઓ જણાવે છે કે 40 સીડબ્લ્યૂસી અને 60 સીડબ્લ્યૂસી જેવા ચઢિયાતી ક્વોલિટી ધરાવતાં યાર્ન્સની કિંમત છેલ્લા ત્રણ મહિના દરમિયાન 20 ટકાથી વધુ વધી છે. જેમાં 40 ડબ્લ્યૂસી યાર્નનો ભાવ રૂ. 330 પ્રતિ કિગ્રા પરથી રૂ. 405 પ્રતિ કિગ્રા પર જોવા મળે છે. જ્યારે 60 સીડબ્લ્યૂસી યાર્ન માટે તે રૂ. 415 પરથી વધી રૂ. 500ના સ્તરે જોવા મળી રહ્યો છે. સામાન્યરીતે યાર્નના ભાવમાં કોટનની સમકક્ષ વૃદ્ધિ જોવા મળતી હોય છે. છેલ્લા કેટલાંક મહિનાઓમાં કોટનના ભાવમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે અને નવી કોટન માર્કેટિંગ સિઝન શરૂ થવા છતાં તેના ભાવ નીચે આવવાનું નામ નથી લઈ રહ્યાં એમ તેઓ ઉમેરે છે. હાલમાં દેશમાં સંકર6 વેરાઇટીના ક્વોલિટી કોટનનો ભાવ ખાંડીએ રૂ. 65,00065,500 પર જોવા મળી રહ્યો છે. જ્યારે ખેડૂતોને કપાસ પેટે રૂ. 1,600 પ્રતિ મણ ઊપજી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં કોટનના ભાવમાં તીવ્ર સાથે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી છે.  

જોકે યાર્નના ભાવમાં સમાંતર વૃદ્ધિને કારણે કોટનની માગ પર કોઈ મોટી અસર જોવા નથી મળી. કેટલાંક હલકી ગુણવત્તાના યાર્નના ભાવ નથી વધી શક્યાં. જોકે તેમ છતાં યાર્ન ઉત્પાદકોને ક્યાંય નુકસાન નથી. તેમને છ મહિના પહેલાં મળી રહેલા નફામાં સાધારણ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલું જ એમ વર્તુળો જણાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો