યુએસ કોટન ઉત્પાદન ગયા વર્ષ કરતાં 23 ટકા ઊંચું રહેવાનો અંદાજ   - Sandesh
  • Home
  • Business
  • યુએસ કોટન ઉત્પાદન ગયા વર્ષ કરતાં 23 ટકા ઊંચું રહેવાનો અંદાજ  

યુએસ કોટન ઉત્પાદન ગયા વર્ષ કરતાં 23 ટકા ઊંચું રહેવાનો અંદાજ  

 | 4:25 am IST
  • Share

યુએસ એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેન્ટની નેશનલ એગ્રીકલ્ચરલ સ્ટેટેસ્ટિક્સ ર્સિવસે તેના ઓક્ટોબર અહેવાલમાં દેશમાં ગયા વર્ષની સરખામણીમાં 23 ટકા વધુ કોટન ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે. તેણે દેશમાં 480 પાઉન્ડ્સની એક એવી 1.8 કરોડ ગાંસડીના ઉત્પાદનનો અંદાજ મૂક્યોછે. જે ગયા મહિનાના તેના અંદાજ કરતાં ૩ ટકા નીચો છે પરંતુ 2020ની સરખામણીમાં 23 ટકા ઊંચો છે. સંસ્થાએ ૧ ઓક્ટોબરના રોજ પાકની સ્થિતિને આધારે જણાવ્યું છે કે પ્રતિ એકર 871 પાઉન્ડ્સના યિલ્ડનો અંદાજ છે. જે સપ્ટેમ્બરની તેની આગાહી કરતાં 24 પાઉન્ડ્સ નીચો છે પરંતુ ગયા વર્ષ કરતાં ૨૪ પાઉન્ડ્સ ઊંચો છે. દેશમાં કોટન વાવેતરનો કુલ વિસ્તાર 99.2 લાખ એકર્સ રહ્યો હતો. જે ગયા મહિનાના અંદાજ જેટલો જ હતો પરંતુ 2020ની સરખામણીમાં 20 ટકા વધુ છે. ૩ ઓક્ટોબરના રોજ કુલ વાવેતર વિસ્તારમાંથી ૬૨ ટકા વિસ્તારમાં પાક સારાથી લઈને ઉત્તમ સ્થિતિમાં હોવાનું રેટિંગ આપ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 40 ટકા પર જ જોવા મળતું હતું. ૩ ઓક્ટોબરે કુલ વિસ્તારના 70 ટકામાં કોટન ઓપન બોલ્સ ધરાવતાં હતાં. જે પ્રમાણ ગયા વર્ષ કરતાં 11 ટકા જ્યારે પાંચ વર્ષની સરેરાશ કરતાં ૫ ટકા નીચું હતું. લગભગ ૧૩ ટકા કોટન વિસ્તારમાં કાપણી થઈ ચૂકી હતી. જે ગયા વર્ષની સરખામણીમાં ૩ ટકા ઓછું હતું. જ્યારે પાંચ વર્ષોની સરેરાશ સામે ૬ ટકા નીચું હતું. યુએસમાં રાજ્યવાર જોઈએ તો ર્જ્યોિજયામાં 22.5 લાખ ગાંસડી, અલાબામામાં 7.55 લાખ ગાંસડી અને ફ્લોરિડામાં 1.45 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો