યુદ્ધના ભયે USના ટોચના અધિકારીએ ચીનને બે વખત સિક્રેટ કોલ કર્યો હતો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • યુદ્ધના ભયે USના ટોચના અધિકારીએ ચીનને બે વખત સિક્રેટ કોલ કર્યો હતો

યુદ્ધના ભયે USના ટોચના અધિકારીએ ચીનને બે વખત સિક્રેટ કોલ કર્યો હતો

 | 1:02 am IST
  • Share

અમેરિકાના ટોચના જનરલે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ચીન સાથે યુદ્ધ થઇ શકે છે તેવા ડરના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલાં અને ત્યાર બાદ તેમના સમકક્ષ ચીની જનરલને બે વખત ફોન પણ કર્યો હતો. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેમના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કર્યો છે કે અમેરિકાના ચેરમેન ઓફ જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ માર્ક મીલેએ ચીની સેનાના જનરલ લી જૂશંગેને પહેલી વખત ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ અને બીજી વખત ૯ જાન્યુઆરીએ ફોન કર્યો હતો.

જનરલ મીલેને શંકા હતી કે ટ્રમ્પ ચૂંટણીના ઠીક પહેલાં અને ચૂંટણીમાં હાર બાદ ચીન સાથે યુદ્ધ કરી શકે છે. જનરલ મીલીએ વાતચીત દરમિયાન ચીની જનરલને ભરોસો અપાવ્યો હતો કે અમેરિકામાં સ્થિરતા છે અને તેેઓ હુમલો નહીં કરે અને જો આવું કંઇપણ હશે તો તેઓ સમય પહેલાં જાણ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન