યુદ્ધ ભૂમિની તાસીર અને તસ્વીર વર્ણવતું દક્ષિણી ફળિયાનું ડેકોરેશન  - Sandesh
  • Home
  • Baroda
  • યુદ્ધ ભૂમિની તાસીર અને તસ્વીર વર્ણવતું દક્ષિણી ફળિયાનું ડેકોરેશન 

યુદ્ધ ભૂમિની તાસીર અને તસ્વીર વર્ણવતું દક્ષિણી ફળિયાનું ડેકોરેશન 

 | 2:30 am IST

છેલ્લા પાંચ વર્ષથી પેન્ટર તાનાજીની ગલી પાસે ઈકોફ્રેન્ડલિ શ્રીજીનું જ સ્થાપન કરાય છે

ા વડોદરા ા

પર્વની ઉજવણી આનંદ અને ઉલ્લાસભેર થવી જોઈએ, પરંતુ તે ક્યાય- ક્યારેય જીવસૃષ્ટી માટે નૂકશાનકારક ન થવી જોઈએ. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવું એ પ્રત્યેક નગરજનની પહેલી ફરજ છે. સમાજસેવાની આ ભાવનાથી પ્રેરાઈ પેન્ટર તાનાજીની ગલી પાસેના દક્ષીણી ફળિયા સાર્વજનિક યુવક મંડળના યુવકોએ વિશ્વના સૌથી વિષમ યુધ્ધ ક્ષેત્ર સિયાચેનનુ ખોફનાક સત્ય રજૂ કરતું શ્રીજીનું તદ્દન ઈકોફ્રેન્ડલી ડેકોરેશન રજૂ કર્યું છે. ડેકોરેશનમાં તમામ વસ્તુઓ પેપર અને પેપરના માવામાથી જ બનાવાાઈ છે.

કાર્યકરોએ વિશ્વમા સૌથી ઉંચા અને દુર્ગમ યુધ્ધ ક્ષેત્ર સિયાચેનની અલગ અલગ પહાડીઓ, શ્રીજીની ર્મૂિત, સેનામાં વપરાતાં ખાસ પ્રકારના યુધ જહાજો- હેલિકોપ્ટર, સિયાચેન ખાતે બરફના થર વચ્ચે ફરજ બજાવતાં

સૈનિકો, યુધ્ધમાં વપરાતી ટેંક અને ટ્રક, વૃક્ષો, ઘર સહીતનુ તમામ ડોકોરેશન માત્ર પેપર અને પેપરના માવામાંથી જ બનાવ્યું છે. પર્યાવરણને નૂકશાન પહોંચાડે તેવી ચીજ-વસ્તુ કાર્યકરોએ વાપરી નથી. મંડળના કાર્યકરો મિલિંદ ઘાડગે, મેહૂલ પાલેકર, સચિન દેવરે, સાગર દોડીયા, કરણ જેઠી સહીત અન્ય યુવાનાના લાગલગાટ અઢી મહિલાની મહેનતના ફળસ્વરૃપે સુંદર અને નયનરમ્ય ડેકોરેશન તૈયાર થયું હતુ. કાર્યકરોએ સિયાચેન ખાતે ઓપરેશન રાજીવ પાર પાડવાની હામ ભીડી દુશમનના સૈન્યના ૧૧ જવાનોને ઢાળી દેનાર નાયબ સુબેદાર બાના સિંઘના સાહસ અને શોર્યભર્યા ઈતિહાસને પણ આવરી લીધો છે.

શ્રીજી સ્થાપનના પહેલાં જ દિવસે પૂર્વ લેફ્ટન્ટ કર્નલ વિનોદ ફલનીકરે તેમના અન્ય સેનાની મિત્રો સાથે દક્ષીણી ફળિયાની મુલાકાત લઈ લાઈવ ડેકોરેશન નિહાળી આયોજકોની દેશદાઝની ભાવનાની ભારોભાર પ્રશંસા કરી હતી. રામાયણ – મહાભારત કે અન્ય તો ઠીક સેના કે સેના ભૂમિને લગતું ડેકોરેશન દુર્લભ જોવા મળે છે તેમ કર્નલ વિનોદ ફલનીકરે અહોભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ.

છ મિનિટની સ્પીચ સમગ્ર ઘટના વર્ણવે છે

 

વિશ્વના સૌથી વિષમ યુધ્ધ ક્ષેત્ર સિયાચેનના ખોફનાક સત્ય રજૂ કરતા સમગ્ર મૂવિંગ ડેકોરેશનની માહિતી અને જાણકારી શ્રીજી ભક્ત મુલાકાતીઓને આપવા માટે મંડળના કાર્યકરોએ રૃંવાડા ઉભા કરી રોમાંચ ભરી દે તેવી છ મિનિટની ઓડીયો સ્પીચ તૈયાર કરી છે. ભાવવાહી સ્વરમાં રજૂ કરાતી આ સ્પિચ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણરૃપ પૂરવાર થઈ રહી છે.

વિસર્જન પણ પર્યાવરણ જતનનો સંદેશો રેલાવે છે

પેન્ટર તાનાજીની લગી પાસેના દક્ષીણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ઈકોફ્રેન્ડલી શ્રીજીનું સ્થાાપન કરવામા આવે છે. એટલુંજ નહીં, શ્રીજીનું વિસર્જન પ્રદૂષણનુ નિમિત્ત ન બને તેની તકેદારી પણ રાખવામા આવી રહી છે. ફળિયાના શ્રીજી ભક્ત યુવાનો વિસર્જનના દિવસે શ્રીજીની વાજતે-ગાજતે શોભાયાત્રા

યાજી તે નગરના રાજમાર્ગો ઉપર ફરવે છે. અંતે ફરી મૂળ સ્થાને લાવી પાણી ભરેલાં વિશાળ ટબમાં જ શ્રીજીનુ વિસર્જન કરે છે.

ફેસબૂક ઉપર બનાવેલાં પેજને અસંખ્ય લાઈક્સ

મંડળના ટેકનોક્રેટ કાર્યકર અને સચિન દેવરેએ મંડળની વિવિધ પ્રવૃત્તિઓને લગતી વિગતે માહિતી આપતું ફેસબૂક પેજ પણ બનાવ્યું છે. સોશિય્લ મિડીયા ઉપર આ પેજ ખૂબ પ્રચલિત બન્યું છે. પ્રતિદીન હજારો લાઈક્સ ફેસબૂક પેજને આપી નગરજનો મંડળની પ્રવૃત્તિને આવકારી ઈકોફ્રેન્ડલી શ્રીજીના સ્થાપનની પ્રેરણા મેળવી રહ્યાં છે.