યુનિવર્સટીનો ભગોઃ ગોટાળાને લીધે એફવાયબીકોમનુ પરિણામ પાછુ ખેંચાયું - Sandesh
  • Home
  • Bhavnagar
  • યુનિવર્સટીનો ભગોઃ ગોટાળાને લીધે એફવાયબીકોમનુ પરિણામ પાછુ ખેંચાયું

યુનિવર્સટીનો ભગોઃ ગોટાળાને લીધે એફવાયબીકોમનુ પરિણામ પાછુ ખેંચાયું

 | 10:36 pm IST

ભાવનગર,તા.૨૦

ભાવનગર યુનિર્વિસટીના પરીક્ષા વિભાગ પાસે પુરતો સ્ટાફ નહિ હોવાને લીધે અવાર-નવાર છબરડાઓ સર્જાઈ રહ્યા છે. પરીક્ષા વિભાગને પુરતુ મેનપાવર આપવાના બદલે યુનિર્વિસટીના સત્તાધીશો ઓએસડીની નિમણૂંક કરી દિધી હતી. પરીક્ષા વિભાગમાં ઓએસડીની નિમણૂંક કરવામાં આવી હોવા છતા પણ છબરડાઓ અટકતા નથી.આ સ્થિતિ વચ્ચે ભાવનગર યુનિર્વિસટીનો વધુ એક લચ્છો બહાર આવતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર યુનિર્વિસટી દ્વારા એપ્રિલમાં લેવામાં આવેલી એફવાયબીકોમની પરીક્ષાનુ પરિણામ લાંબા સમયના વહાણ વિત્યા બાદ જાહેર કરવામાં આવ્યુ હતું.જોકે લાંબો સમય વિતી ગયો હોવા છતા એફવાયબીકોમનુ પરિણામ જાહેર કરવામાં કોઈ ચોક્કસાઈ રહેવા પામી ન હતી.ઉલ્ટાનુ લચ્છો બહાર આવતા યુનિર્વિસટીના ખાડે ગયેલા વહીવટની કેળવણીકારો,વાલીઓ અને છાત્રો ટીકા કરી રહ્યા છે.વ્યાપક ટીકાઓ છતા યુનિર્વિસટીને પોતાનો વહીવટ ન સુધારવાની જાણે કે ઠાન લીધી હોવાનુ છાત્રોને લાગી રહ્યુ છે.એફવાયબીકોમના ગઈકાલે મંગળવારે જાહેર થયેલા પરિણામાં એટીકેટી-ફેઈલ થયેલા છાત્રોને સીધા જ ફેઈલ જાહેર કરવામાં આવ્યા હતા.એટીકેટી-ફેઈલ છાત્રોને સીધા ફેઈલ જાહેર કરવાની આ ભૂલ યુનિર્વિસટીના ધ્યાન પર આવતા ૧૫ મિનીટમાં જ પરિણામ પાછુ ખેચી લેવાની ફરજ પડી હતી.

  • ભૂલને લીધે પરિણામ પરત લેવાયું

આ અંગે યુનિર્વિસટીની સત્તાવાર પ્રક્રિયા માટે પરીક્ષા નિયામક ડો.કૈાશીક ભાઈનો સંપર્ક કરતા તેઓએ એક વાતચિતમાં જણાવ્યુ હતું કે, ક્ષતિઓ રહી ગઈ હોવાથી એફવાયબીકોમનુ પરિણામ પાછુ ખેચી લેવાયુ હતું.સુધારીને ફરીથી પરિણામ મુકવામાં આવશે.