યુનિવર્સિટીમાં બે મહિનાના અભ્યાસ બાદ વિદ્યાર્થીનો પ્રવેશ રદ, રાજ્યપાલને ફરિયાદ - Sandesh
  • Home
  • Newspaper
  • યુનિવર્સિટીમાં બે મહિનાના અભ્યાસ બાદ વિદ્યાર્થીનો પ્રવેશ રદ, રાજ્યપાલને ફરિયાદ

યુનિવર્સિટીમાં બે મહિનાના અભ્યાસ બાદ વિદ્યાર્થીનો પ્રવેશ રદ, રાજ્યપાલને ફરિયાદ

 | 3:30 am IST

  • ગણિતશાસ્ત્ર વિભાગમાં ફી ભરવા છતાં પ્રવેશ રદ કરાયાનો આક્ષેપ

। સુરત ।
યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર વિભાગમાં ફી ભરવા છતાં બે મહિનાના અભ્યાસ બાદ પ્રવેશ એકાએક રદ કરી દેવાયો હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે.
કપોપરા પાર્થ પરેશભાઇએ રાજ્યપાલને કેરલી ફરિયાદ અનુસાર  મે-૨૦૧૯માં બીએસસી મેથેમેટિક્સની પરીક્ષા ઉર્તીણ કરી હતી. ત્યારબાદ જૂન-૨૦૧૯માં યુનિવર્સિટી દ્ધારા એમએસસી મેથેમેટિક્સ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ ૧૩ જુલાઇના રોજ ટોકન ફી રૂપિયા ૧૯૧૫ ભરી હતી. ઓનલાઇન પ્રવેશના બીજા રાઉન્ડમાં સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. ત્યાર બાદ ટયૂશન ફી પેટે ૧૨૫૦૦ અને ૨૫૦૦ રૂપિયા ૧૪ ઓગસ્ટે સ્વીકારવામાં આવી હતી. ઓગસ્ટ માસમાં મેરિટ લિસ્ટમાં મારું નામ હોવાની ખરાઇ કરાઇ હતી. ત્યારબાદ બે મહિનાથી શિસ્તબદ્ધ અભ્યાસ કરતો હોવા છતાં સપ્ટેમ્બરમાં રોલ નંબરવાળું પ્રકાશિત થયેલા લિસ્ટમાં મારું નામ ન હોવાથી ચોંકી ઉઠયો હતો. તે સંદર્ભે વહીવટી વિભાગમાં પૂછપરછ કરતા ટેક્નિકલ કારણોસર પ્રવેશ રદ કરાયાનું જાણવા મળ્યંુ હતંુ. યોગ્ય નિર્ણયના આશ્વાસન સાથે ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધો હોવા છતાં બાદમાં પ્રવેશ રદ કરાયાની જાણ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;