યુનિ.ના નોંધાયેલા મતદાર વિભાગની ૨૧મીએ ચૂંટણી - Sandesh
  • Home
  • Bhavnagar
  • યુનિ.ના નોંધાયેલા મતદાર વિભાગની ૨૧મીએ ચૂંટણી

યુનિ.ના નોંધાયેલા મતદાર વિભાગની ૨૧મીએ ચૂંટણી

 | 1:50 am IST

ા ભાવનગર ા

ભાવનગર યુનિર્વિસટીના નોંધાયેલા મતદાર વિભાગની આગામી તા.૨૧મી ઓક્ટોમ્બરના ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે મતદાર યાદી સુધારણા કરવા માટેની અંતિમ તીથી તા.૨૪મી નવેમ્બર રખાઈ છે.

આ અંગે યુનિ.ના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર યુનિ.ની કોર્ટ તા.૧૮મી ઓક્ટોમ્બથી અમલમાં આવશે.યુનિ.ની કોર્ટની અધિનિયમની કલમ ૧૫(૧) વર્ગ-૨ અન્વયે નોંધાયેલા સ્નાતકોના મતદાર વિભાગોની ચૂંટણીઓ તા.૨૧મી ઓક્ટોમ્બરના યોજવામાં આવશે.જેની મતદાર યાદી રજાના દિવસો દરમિયાન યુનિ.ના કાર્યાલયમાં ઓફિસ સમય દરમિયાન નિહાળી શકાશે.નોંધાયેલા સ્નાતકોના મતદાર વિભાગની મતદાર યાદી સુધારવાની અરજી કરવાની છેલ્લી તા.૨૪મી સપ્ટેમ્બર રખાઈ છે. મતદાર યાદીમાં જો કોઈ સુધારો કરવાની જરૃરીયાત જણાય ત્યાં સુધારા સ્ટેચ્યુએટ-૫ (૪) મુજબ નિિૃત કરાયેલી તારીખ સુધીમાં લેખિત અરજી યુનિ.ના કુલસચિવને કરવાની રહેશેે. આ   યુનિર્વિસટીના નોંધાયેલા સ્નાતકો પૈકીના જે   સ્નાતકો અલગ-અલગ એક કરતા વધારે વિદ્યાશાખામા મતદાર તરીકે નોંધાયેલા હોઈ તેઓ કઈ વિદ્યાશાખા પસંદ કરવા છે.?તેની જાણ યુનિર્વિસટીના કુલસચિવને આગામી તા.૨૦મી સુધીમાં કરવાની રહેશેે. જો આવા મતદારો તેની જાણ યુનિ.ના કુલસચિવને નહી કરે તો આવા મતદારો સ્ટેચ્યુએટ-૩(૨)ની જોગવાઈ મુજબ તેમની બેઝિક (પ્રથમ યાદી) ડિગ્રીવાળી વિદ્યાશાખામાં જ મતદાર કરી શકશે. અન્ય વિદ્યાશાખામાં મતદાન કરી શકશે નહિ.

;