યુનિ.ના VCની પસંદગી માટે સર્ચ કમિટીની આજે બેઠક - Sandesh
  • Home
  • Bhavnagar
  • યુનિ.ના VCની પસંદગી માટે સર્ચ કમિટીની આજે બેઠક

યુનિ.ના VCની પસંદગી માટે સર્ચ કમિટીની આજે બેઠક

 | 3:21 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર યુનિર્વિસટીનાં કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની બેઠક આવતીકાલ તા.૯નાં ગુજરાત યુનિર્વિસટી ખાતે સવારના ૧૧ કલાકે મળશે. સર્ચ કમિટીની શનિવારનાં મળનારી આ બેઠકમાં આખરી ત્રણ નામો ફાઈનલ કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યુ હતું.

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે ભાવનગર યુનિર્વિસટીનાં કુલપતિના નામની ઘોષણા થવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર યુનિ.નાં કુલપતિની પસંદગી અર્થે સર્ચ કમિટી રચાઈ હતી, આ સર્ચ કમિટીની છેલ્લે અમદાવાદમાં બે મહિના પહેલા બેઠક મળી હતી. આ બેઠકમાં પણ ત્રણ નામ ફાઈનલ થયા ન હતા. દરમિયાન બે મહિનાનાં લાંબા સમયગાળા બાદ ભાવનગર યુનિ.ના કુલપતિની પસંદગી અર્થે સર્ચ કમિટિની બેઠક તા.૯નાં ગુજરાત યુનિ. અમદાવાદ ખાતે મળી રહી છે.

સર્ચ કમિટીનાં આ બેઠકમાં ત્રણ નામ ફાઈનલ થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્રણ નામો ફાઈનલ કરીને સર્ચ કમિટીનાં ચેરમેન બંધ કવરમાં ગર્વનરને સુપ્રત કરશે.

સર્ચ કમિટીને ૧૮ અરજી મળી હતી

ભાવનગર યુનિ.ના કુલપતિની પસંદગી અર્થે રચાયેલી સર્ચ કમિટીને કુલ ૧૮ જેટલી અરજી મળી હતી. જેમાંથી ચાર અરજી ગેરલાયક ઠરી હતી.

સંભવતઃ સ્થાનિક સારસ્વતની પસંદગીની શક્યતા

ભાવનગર યુનિ.નાં કુલપતિપદે સંભવતઃ સ્થાનિક સારસ્વતની પસંદગી શક્યતા સેવાઈ રહી છે. તેમ યુનિ. સુત્રોએ જણાવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;