NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • યુનિ.માં ત્રણસો લાભાર્થીઓને સહાય અપાશે

યુનિ.માં ત્રણસો લાભાર્થીઓને સહાય અપાશે

 | 10:11 pm IST

રાજકોટ:મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે સરકારે એક શૈક્ષણિક સત્ર પુર્ણ થયા બાદ ચૂકવણી શરૃ કરી છે.  આવતીકાલ તા.૧૮ના રોજ આ માટે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં  આવી રહ્યો છે.
આર્થિક પછાત વર્ગના છાત્રો માટે સરકાર દ્વારા સ્કોલરશીપ તરીકે શૈક્ષણિક ફી આપવામાં આવે છે. એડમીશન બાદ તુરંત આ માટે કાર્યવાહી કરવાની રહે છે. મેરીટના આધારે છાત્રોને સહાય  ચૂકવાય છે. ગત સાલની જેમ આ વખતે પણ  એક શૈક્ષણિક સત્ર પુરૃ થઈ ગયા બાદ ચૂકવણી કરવામાં આવી રહીછે.   આવતીકાલે કેમ્પસ ખાતે ૩૦૦ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણમંત્રી જયેન્દ્રસિંહના હસ્તે ચેક આપવામાં આવનાર છે. સરકારની આ યોજના ઈજનેરી, મેડીકલ જેવા ઉંચી ફી વાળા અભ્યાસક્રમો માટે  ઉપયોગી સાબિત થાય છે. તેમાં તમામ વર્ગના છાત્રોને આવકના આધારે લાભ મળતો હોવાથી  અનામતના કોઈ લાભ ન મેળવતા છાત્રો પણ આશાવાદી રહે છે.