યુપીમાં મોદીએ ડિફેન્સ કોરિડોરનો પ્રારંભ કરાવ્યો, રૃ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યુપીમાં મોદીએ ડિફેન્સ કોરિડોરનો પ્રારંભ કરાવ્યો, રૃ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરાશે

યુપીમાં મોદીએ ડિફેન્સ કોરિડોરનો પ્રારંભ કરાવ્યો, રૃ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરાશે

 | 2:00 am IST
  • Share

પીએમ મોદીએ રાધાઅષ્ટમીને દિવસે ઉત્તરપ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિર્વિસટી તેમજ ડિફેન્સ કોરિડોરની શિલારોપણ વિધિ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે આજે  વિશ્વ જાણે છે કે ભારત ગ્રેનેડથી લઈને રાઇફલ્સ તેમજ ફાઇટર વિમાનો અને ડ્રોન્સ તથા યુદ્ધ જહાજોનું ઉત્પાદન કરે છે.  ભારતે ડિફેન્સ એક્સ્પોર્ટર્સ તરીકે ઓળખ બનાવી છે. અલીગઢમાં ડિફેન્સ કોરિડોરમાં ૧૯ કંપનીઓ રૃ. ૧૨૪૫ કરોડનું રોકાણ કરવાની છે. આ કોરિડોરમાં કુલ રૃ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરાશે.

મોદીએ તેમના બાળપણની યાદોને વાગોળતા કહ્યું હતું કે. હજી સુધી લોકો અલીગઢનાં તાળાંના ભરાસે રહે છે. અલીગઢનાં તાળાંના મુસ્લિમ સેલ્સમેન દર ત્રણ મહિને અમારા ગામ આવતા. તેમની મારા પિતાજી સાથે મિત્રતા હતી. તેઓ તેમના પૈસા મારા પિતાજીને સાચવવા માટે આપતા અને જ્યારે ગામ છોડીને જવાનું હોય ત્યારે પૈસા લઈ જતા.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ મહાન દ્રષ્ટા હતા

મોદીએ કહ્યું કે જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ મહાન દ્રષ્ટા હતા. દેશનાં સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્વતંત્રતા સેનાની ઉપરાંત મહાન શિક્ષણવિદ્ અને સામાજિક સુધારક હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન