યુવતી સાથે નિર્વસ્ત્ર વીડિયો ઊતારી ર૦ લાખ માગ્યાં - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • યુવતી સાથે નિર્વસ્ત્ર વીડિયો ઊતારી ર૦ લાખ માગ્યાં

યુવતી સાથે નિર્વસ્ત્ર વીડિયો ઊતારી ર૦ લાખ માગ્યાં

 | 1:51 am IST

(સંદેશ બ્યૂરો)          પાલિતાણા, તા.૯

સિહોર તાલુકાના સણોસરા ગામના તબીબને પાલિતાણા બોલાવી રૃમમાં યુવતી સાથેનો નિર્વસ્ત્ર વીડિયો શુટીંગ ઊતારી ફડાકાવાળી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી રૃા.ર૦ લાખની માગણી કર્યાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત તબીબે એક યુવતી સહિત ચાર શખસ વિરૃધ્ધ નોંધાવી હતી. ભાવનગર એલસીબીએ આ અંગે તપાસ હાથ ધરી એક શખસને ઊઠાવી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતાં ડો.કાનજીભાઈ તુળશીભાઈ ડુંગરાણી (ઉ.વ. ૪૭)ની માલિકીની ડુંગરાણી હોસ્પિટલ અત્રેના ભાવનગર-રાજકોટ હાઈ વે પર આવેલ છે. ડો.કાનજીભાઈ ડુંગરાણીએ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી ભગવાન નાકુભાઈ આલ (રહે.કુંભણ, તા.પાલિતાણા) તથા રઘા નાનુભાઈ આલ (રહે.હણોલ, તા.પાલિતાણા) તેમજ પાલિતાણાના વાળુકડ ગામની પૂજાબેન ઉર્ફે પ્રીતિબેન અને એક અજાણ્યા શખસ વિરૃધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકસંપ કરી પૂર્વ આયોજિત કાવતરૃ રચી ફરિયાદી ડો.કાનજીભાઈને ગત તા.૪/ર/ર૦૧૮ ના રોજ પાલિતાણા સ્થિત સદ્વિચાર હોસ્પિટલ પાસે બોલાવી પાલિતાણા-તળાજા રોડ, લીલાપીર દરગાહ પાસેના એક મકાનમાં લઈ જઈ યુવતીએ તબીબના કપડાં ઊતારાવી બાદમાં યુવતીએ નિર્વસ્ત્ર થઈ જતાં ખુલ્લા દરવાજામાં થઈને ત્રણે શખસે ધસી આવી ફરિયાદી ડો.કાનજીભાઈને બે ત્રણ ફડાકા ઝીંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને યુવતી સાથે નિર્વસ્ત્ર હાલતનો વીડિયો શુટીંગ ઊતારી લઈ પતાવટ પેટે રૃા.ર૦ લાખની માગણી કરી હતી. જો કે, રકઝકના અંતે ફરિયાદી ડોક્ટર રૃા.૧૧,પ૦ લાખ આપવાનું નક્કી થયું હતુ.આ અંગે ટાઉન પોલીસે આરોપીઓ વિરૃધ્ધ આઈપીસી કલમ ૩૮પ, ૩૮૬, ૩૮૭, ૩૮૯, પ૦૬/ર, ૧ર૦/બી, ૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ભાવનગર એલસીબી પીએસઆઈ એન.જી.વાઘેલા ચલાવી રહ્યાં છે.

;