યુવરાજ માનવેન્દ્રસિંહને સ્પેનમાં  હયુમનરાઇટ્સ એવાર્ડ અપાયો  - Sandesh
  • Home
  • Newspaper
  • યુવરાજ માનવેન્દ્રસિંહને સ્પેનમાં  હયુમનરાઇટ્સ એવાર્ડ અપાયો 

યુવરાજ માનવેન્દ્રસિંહને સ્પેનમાં  હયુમનરાઇટ્સ એવાર્ડ અપાયો 

 | 4:39 am IST

સમલૈંગિકો માટે નહીં, માનવ અધિકારોના હક્ક માટે કામગીરી

યુવરાજ વતી ભારતના ભારતીય એમ્બેસી જુહી જલોટાએ એવોર્ડ સ્વીકાર્યો

ા રાજપીપળા ા

રાજપીપળા રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રિંસંહને હવે સમલિંગીકો અને એચઆઇવી એઇડઝ પિડતો માટે દેશ અને વિદેશમાં સતત કામગીરી કરતાવર્લ્ડ સેલીબ્રીટી બની ગયા છે. ત્યારે તેમના સારા કામને દેશ વિદેશમાં પ્રસંશા અને કદર પણ થઇ રહી છે. તાજેતરમાં રાજપીપળા રાજવી પરિવારના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રિંસંહને સ્પેન ખાતે માનવ અધિકાર અંગે ભારતમાં પ્રશંનીય કામગીરી કરવા બદલ આ સ્પેનનો પ્રતિષ્ઠિત ગણાતો હ્યુમનરાઇટસ એવાર્ડ એનાયત કોર્ડોબા સીટીમાં યોજાયેલ એક એવોર્ડ સમારંભમાં અપાયો હતો. આ એવોર્ડમા ંપ્રશસ્તિપત્ર અને ટો્રફી એનાયત કરવામા આવ્યા હતા. સ્પેન ખાતે એલજીબીટી એન્ડાલુકીયા નામને સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો હોવાનુ યુવરાજે જણાવ્યુ હતું. આ અંગે યુવરાજે સંદેશને એક મુલાકાતમા જણાવ્યુ હતુ કે માત્ર સમલિંગીકો માટે નહી પણ માનવ અધિકારોના હક્ક માટે પ્રસંશનીય કામગીરી માટે આ એવોર્ડ અપાયો છે,જોકે પોતે તે દિવસે યુવરાજ અનિવાર્ય સંજોગોને કારણે સ્પેન જઇ ન શકતા તેમના વતી સ્પેન ખાતેના ભારતના પ્રતિનિધિ જુહીબેન જલોટાએ યુવરાજ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. માનવ અધિકારના હક્ક માટે સતત લડતા યુવરાજે જણાવ્યુ હતુ કે, મારી ગેરહાજરીમાં સ્પેન ખાતેના ભારતીય એમ્બસી જુહી જલોટાએ મારો ફોન પર સંપર્ક કરી એવોર્ડ સ્વીકાર માટે સહમતી આપ્યા બાદ તેમણે આ એવોર્ડ સ્વીકારી યુવરાજે ભારતનંુ ગૌરવ વધાર્યુ હોવાનુ જણાવી ગૌરવ વ્યક્ત કર્યુ હતુ.

એમ્બસી જુહી જલોટાએ એવોર્ડ સ્વીકાર્યા પછી આભાર વ્યકત ક્રી સન્માનનો પ્રત્યોત્તર આપતા જણાવ્યંુ હતું કે ભારતના પ્રતિનિધિ તરીકે સમલીંગીકો હક્ક્ માટેલડત આપતા ભારતના પ્રિંસ યુવરાજનો આ એવોર્ડ સ્વીકારતા હુ ગૌરવ અનુભવુ છું, જેમણે ભારતમાં સમલીંગીકો માટે સતત લડાઇ લડયા બાદ સુપ્રિમ કોર્ટે સમલૈંગીકોન સમાન હક્કે આપવાનો આવકારદાયક ચુકાદો સમલીંગીકોની તરફેણમાં આપી ન્યાય આપ્યો છે. આ લડતમાં યુવરાજ માનવેન્દ્રસિંહનો સિંહ ફાળો હોવાથી હ્યુમનરાઇટસના લડવૈયા ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;