યુવાનની હત્યા કરવા સગીર પુત્રને ઉશ્કેરનાર માતાના જામીન નામંજૂર - Sandesh
  • Home
  • Newspaper
  • યુવાનની હત્યા કરવા સગીર પુત્રને ઉશ્કેરનાર માતાના જામીન નામંજૂર

યુવાનની હત્યા કરવા સગીર પુત્રને ઉશ્કેરનાર માતાના જામીન નામંજૂર

 | 3:30 am IST

  • પોલીસે ૧૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો 

સુરત

ત્રણ માસ અગાઉ ટેરેસ ઉપર થયેલા સામાન્ય ઝઘડામાં પુત્રને ઠપકો આપી વાળવાને બદલે યુવાનની હત્યા કરવા સગીર વયના પુત્રની  ઉશ્કેરણી કરનારી માતાએ અત્રેની અદાલતમાં કરેલી જામીન અરજી કોર્ટે બંને પક્ષની દલીલોને અંતે ફગાવી દીધી હતી. ગત સપ્તાહે આ  ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા બાળકિશોરની જામીન અરજી પણ કોર્ટે નકારી કાઢી હતી. લિંબાયત પોલીસે આ હત્યા કેસમાં ૧૪  આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

લિંબાયત સ્થિત માનસરોવર એસએમસી આવાસના ધાબા ઉપર ગત એપ્રિલ માસમાં રાજકુમાર નામના યુવાનનો કાયદાના સંઘર્ષમાં આવેલા  બાળકિશોર સાથે ઝઘડો થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર મરાયો હતો. રાજકુમારને બૂમાબૂમ કરતા  તેઓ નાસી ગયા હતા. આથી ફરિયાદી સુરેશ ઉર્ફે સોનું સીરસાટે રાજકુમાર સાથે થયેલા ઝઘડા વિશે પૂછપરછ કરી બાળકિશોરના ભાઇ  સતીષ કાલીયાને સમજાવવા માટે ફોન કરી રહ્યાં હતા. તે વખતે ફરી બાળકિશોર ગુનેગારે ગેંગ બનાવી ફરિયાદી સુરેશ ઉર્ફે સોનુંના ઘરની  લોબીમાં ધસી ગયા હતા. બિલ્ડિંગની લોબીમાં બંને પક્ષે ફરી આમને સામને બોલાચાલી થઇ હતી. તે દરમિયાન આરોપી આશા વિજય દુબેએ  તેના સગીર વયના પુત્રને હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં આરોપી આશા દુબે સહિતનાઓની ઉશ્કેર ણીથી સ્થળ ઉપર હાજર મીલીન પ્રકાશ ભામરેને માથાના ભાગે, બંને પગ અને જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની કરપીણ હત્યા  કરાઇ હતી. આ કેસમાં જામીન ઉપર મુક્ત થવા મહિલા આશા દુબેેએ અત્રેની અદાલતમાં અરજી ફાઇલ કરી હતી. જેનો સરકાર પક્ષે એપીપી  અરવિંદ વસોયાએ વિરોધ કર્યો હતો. તેમની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી મહિલા આરોપી આશાબેન દુબેની જામીન અરજી ફગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;