ય્ૈંડ્ઢઝ્રમાંથી રૃપિયા ૪.૪૧ લાખના કોપર વાયરની ચોરી - Sandesh
  • Home
  • Baroda
  • ય્ૈંડ્ઢઝ્રમાંથી રૃપિયા ૪.૪૧ લાખના કોપર વાયરની ચોરી

ય્ૈંડ્ઢઝ્રમાંથી રૃપિયા ૪.૪૧ લાખના કોપર વાયરની ચોરી

 | 2:04 am IST

પાયોનિયર ટ્રેડિંગનું ગોડાઉન નિશાન બનાવ્યું

ઘટના બાજુના ગોડાઉનના કેમેરામાં કેદ થઇ

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર જીઆઇડીસીની સુપર માર્કેટમાં આવેલ પાયોનીયર ટ્રેડીંગ કોના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી રૃ. ૪ લાખ ૪૧ હજારના કોપરના વાયરો ચોરી કરી ફરાર થઇ જતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના હવા મહેલ કોમ્પલેક્ષ ખાતે રહેતા જલાબુદ્દીન અબ્દુલ ચૌધરીનું અંકલેશ્વર જીઆઇડીસીના સુપર માર્કેટ સ્થિત પાયોનીયર ટ્રેડીંગ કોના ગોડાઉનમાં કેબલ વાયરોનો વ્યવસાય કરે છે. જેઓ ગત તા. ૧૨મી સપ્ટેમ્બરના રોજ રાતે ૧૦ વાગ્યે ગોડાઉન બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના ગોડાઉન બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના ગોડાઉનને નિશાન બનાવી શટર તોડી ગોડાઉનમાં મુકેલ કોપરના વાયરોના કુલ ૧૪ બંડલ કિંમત રૃપિયા ૪ લાખ ૪૧ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ગોડાઉનના માલિક જલાબુદ્દીન અબ્દુલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે.

;