રંગમતી નદીના પૂરથી જામનગરમાં સ્થળ ત્યાં જળ : બોટો વડે બચાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • રંગમતી નદીના પૂરથી જામનગરમાં સ્થળ ત્યાં જળ : બોટો વડે બચાવ

રંગમતી નદીના પૂરથી જામનગરમાં સ્થળ ત્યાં જળ : બોટો વડે બચાવ

 | 7:35 am IST
  • Share

  • રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા રંગમતી નદી બે કાંઠે
  • નવાગામ ઘેડની સોસાયટીઓ, ભોયવાડા, ઘાંચીની ખડકી, પટણીવાડ, મોરકંડા રોડની ૧પ સોસાયટીઓમાં પાણી ભરાયા
  • જામનગર: શહેરની ઉપરવાસમાં આવેલા રણજીતસાગર ડેમના ઓવરફ્લો થવાથી જામનગરમાં વગર વરસાદે પુર આવતાં સંખ્યાબંધ વિસ્તારોમાં હજારો ઘરોમાં પાણી ભરાયા હતા. ઠેર-ઠેર ફાસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા ફાયર બ્રીગેડના જવાનોએ સતત કામગીરી કરી હતી. શહેર સાથે જોડાયેલા નવાનાગના-જુનાનાગના ગામો વિખુટા પડી ગયા હતા. જામનગરને પાણી પુરું પાડતો રાજાશાહીના સામયનો રણજીતસાગર ડેમ અચાનક પરોઢીયે ઓવરફ્લો થવાને કારણે રંગમતી નદીના નીર વહેતા થયા હતા. રંગમતી નદી શહેરને ફરતે આંટો લઈને દરિયામાં ભળતી હોવાથી રૂટમાં આવતા ગઢની રાંગના, સોસાયટીઓના તેમજ નવાગામ- ઘેડ વિસ્તારોમાં નદીના પાણી સવારે ૧૦ વાગ્યા બાદ ઘુસ્યા હતા.
    જેને કારણે ફાયર બ્રીગેડના કંટ્રોલ રૂમના ફોન સતત રણકવા લાગ્યા હતા. મ્યુ.કમિશરન વિજય ખરાડી, આસી. કમિશનર ડો.ભાર્ગવ ડાંગર તેમજ સીટી ઈજનેર શૈલેષ જોષી, ચીફ ફાયર ઓફીસરો કે.કે. બીશ્નોઈ અને પાંડીયને ફાયર બ્રીગેડની પાંચ ટીમો બનાવીને શહેરના ભોયવાડા, મોરકંડા રોડ પરની એક ડઝનથી વધુ સોસાયટીઓમાં, ઘાંચીની ખડકી, પટણીવાડ, બંગલાવાડી, ટીટોડીવાડી, દનીયો, સ્મશાન, સ્વામીનારાયણનગર, નાગના, નાગેશ્વર સહિતના વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી શરુ કરાવી હતી. શહેરમાં નદી કાંઠાના નાગેશ્વર વિસ્તારમાં ખોડીયાર મંદિરની છત પર ૪ મહિલાઓ અને બે પુરુષોએ મદદની બુહાર લગાવી હતી. પરંતુ આ વિસ્તાર સુધી પહોંચવા માટે વ્હોરાના હજીરા પાસેના બેઠા પુલ પર પણ પુરના પાણી ફરી વળ્યા હોવાથી તંત્રની ટીમને તકલીફ પડી રહી હતી. નોંધપાત્ર વાત એ છે કે, જામનગરમાં છેલ્લા ર૪ કલામમાં માત્ર એક ઈંચ જેટલો જ વરસાદ છતાં શહેરમાં ઉપરવાસના વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સદનશીબે હજુ કોઈ જાનહાની થવા પામી નથી. બાકી લોકોના ઘરોમાં પાણી ઘુસવાને કારણે હજારો પરિવારોને નુકશાની વેઠવી પડી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો