રકુલપ્રીત કૌર અને જેકી ભગનાનીનો છૂપો સંબંધ જગજાહેર થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રકુલપ્રીત કૌર અને જેકી ભગનાનીનો છૂપો સંબંધ જગજાહેર થયો

રકુલપ્રીત કૌર અને જેકી ભગનાનીનો છૂપો સંબંધ જગજાહેર થયો

 | 3:00 am IST
  • Share

રકુલપ્રીત કૌર ગત વર્ષે ખાસ્સી ચર્ચામાં રહી હતી. જોકે ગત વર્ષ બાદ તેની એક પણ ફિલ્મ નથી આવી પણ ચર્ચામાં રહેવાનાં તેના કારણો અલગ હતાં. ખેર, એવું પણ નથી કે રકુલની કરિયર ઉપર તેનાં અમુક ભૂતકાળનાં કારસ્તાનના કારણે ફુલસ્ટોપ લાગી ગયું હોય, તેની કરિયર ચાલી જ રહી છે, પણ તેની ગતિ ધીમી પડી ગઇ છે. હાલ રકુલ બીજા કારણે ચર્ચામાં છે, તેના ફેન્સનું જાણીને દિલ તૂટી જશે, પણ હકીકત તો જાણવી જ રહી. વાત જાણે એમ છે કે રકુલપ્રીત અને જેકી ભગનાની થોડા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે આ વાતની જાણ હમણાં સુધી કોઇને નહોતી, પણ રકુલના જન્મદિવસ ઉપર આ સમાચાર જગજાહેર કરવામાં આવ્યા હતા. રકુલના જન્મદિવસ ઉપર જેકી ભગનાનીએ અત્યંત પ્રેમાળ અને લાંબી પોસ્ટ મૂકીને રકુલ માટેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો, જ્યારે તેના વળતા જવાબમાં રકુલે પણ મોટી અને પ્રેમાળ પોસ્ટ લખીને જેકી તેના માટે શું મહત્ત્વ રાખે છે અને બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે જણાવ્યું હતું.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો